જે આંગળીથી BJPને વોટ આપ્યો તે જ આંગળી સરકારને ભેટમાં આપી! આ કહાણી તમને કંપાવી દેશે, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-19 19:24:43

મહારાષ્ટ્રથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ પોતાની આંગળી કાપીને દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. થોડા દિવસ પહેલા આ જ વ્યક્તિના ભાઈ ભાભીએ આત્મહત્યા કરી લીધી અને આ વ્યક્તિએ પોતાના હાથની આંગળી કાપી દીધી છે. કારણ જાણીને તમે ચોંકી જશો. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે આજ આંગળીથી બીજેપીને વોટ આપ્યો હતો. હવે તે જ આંગળી કાપીને સરકારને આપી છે. દેવેન્દ્ર ફડનવીસને ભેટના રૂપમાં આ આંગળી ધનંજય નનાવર નામના વ્યક્તિએ મોકલી છે. 


પોલીસે ન કરી હતી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી 

સોશિયલ મીડિયા પર આ વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે તેણે પોતાની આંગળી કાપી દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. થોડા દિવસ પહેલા તેના ભાઈ-ભાભીએ આત્મહત્યા કરી લીધી હતી. આ વ્યક્તિનું કહેવું છે કે અનેક લોકોએ તેના ભાઈ ભાભીને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા. આરોપી વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી ન કરી હતી. જેને લઈ ધનંજય નનાવરે પોતાની આંગળી કાપીને દેવેન્દ્ર ફડનવીસને મોકલી છે. 


વાયરલ વીડિયોમાં શું કહી રહ્યો છે ધનંજય 

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં થાણેના ઉલ્લાસનગર વિસ્તારમાં રહેતા ધનંજય કહી રહ્યા છે કે  'आज आत्महत्या की उस घटना को हुए बीस से ज्यादा दिन हो गए हैं, मगर अभी तक किसी की गिरफ्तारी नहीं हुई है... इस मामले में मेरे भाई ने मौत से पहले कई आरोपियों का नाम लिया, लेकिन कोई कार्रवाई नहीं हुई... अगर राज्य सरकार ने कार्रवाई नहीं की तो मैं हर हफ्ते शरीर का एक अंग काट लूंगा.'     

  


આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે માટે કર્યું આવું કૃત્ય 

વીડિયોમાં ધનંજય કહી રહ્યો છે કે બીજેપીની સરકારને આ જ આંગળીથી વોટ આપ્યો હતો. તે જ આંગળીને કાપી સરકારને ભેટમાં મોકલી છે. ધનંજયના કહ્યા અનુસાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડનવીસને આંગળી કાપીને મોકલી છે. તેનું એવું પણ કહેવું છે કે જો આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે પોતાની આંગળીઓ કાપી કાપીને સરકારને પહોંચાડતો રહેશે. મળતી માહિતી અનુસાર આંગળી કાપનાર ધનંજયને સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.