રાજવી પરિવારે મોરબી દુર્ઘટના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા સભા રાખી !!


  • Published By :
  • Published Date : 2022-11-03 20:05:25


મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાથી અનેક લોકોના જીવ ગયા છે આ ઘટનામાં મોટી જાનહાનીને પગલે ગુજરાતના લોકો જેટલા દુખી થયા છે તેટલો મોરબીનો રાજવી પરિવાર પણ દુખી છે. રાજવી પરિવારે ગતરોજ બુધવારે જ એવી જાહેરાત કરી હતી કે મોરબીની જનતા અમારી છે અને અમે તેમના છીએ. આ ઉપરાંત તેમને મૃતકોના પરિવારને 1-1 લાખ રૂપિયા સહાય જાહેર કરી હતી. આજે ગુરુવારે મોરબીમાં મૃતકોને શોકસભા યોજાઈ હતી જેમાં તેઓ અને સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા.


મોરબીની દુર્ઘટનામાં 135 જેટલા લોકોનો મૃત્ય થયું છે જેમાં અનેકના ઘર વિખેરાય ગયા હતા  રવિવારે સાંજે અચાનક બનેલી આ ઘટનામાં થયેલી મોટી જાનહાનીથી દેશ દુનિયામાં લોકો દુખી થયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. ઠેરઠેર મૃતકોના ન્યાયની માગણી માટે કેન્ડલમાર્ચ પણ યોજાઈ હતી. જેનાથી જેવી રીતે શ્રદ્ધાંજલિ આપી શકાય તે રીતે હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબીના રાજવી પરિવારે આ અંગે બુધવારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ 1-1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પણ જો કોઈ બીજી મદદ અમે કરી શકીએ તો તે માટે પણ લોકો તેમની સાથે વાત કરી શકે છે તેવી ભાવના વ્યક્ત કરી હતી.


આત્મા શાંતિ માટે હવન પણ કર્યો 

મોરબીના દરબારગઢમાં ગુરુવારે યોજાયેલી શોકસભામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબીના ઘણા નાગરિકો આવ્યા હતા. આ નાગરિકો વચ્ચે મોરબીનો રાજવી પરિવાર પણ આવ્યો હતો. મહારાણી રાજકુંવરીબા સાહેબ મીરાબાપાએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પુષ્પઅર્પણ કરીને આત્માની શાંતિ માટે પ્રાથના કરી હતી. આ ઉપરાંત દિવંગત આત્માઓની શાંતિ માટે હવન પણ કરવામાં આવ્યો હતો.







ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?