સ્ટેચ્યૂ ઑફ યુનિટી જવું હોય તો આ અતિ બિસ્માર રસ્તાથી પસાર થવું પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 14:57:36

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. મુલદ ચોકથી ઝઘડિયા સુધી જવાનો માર્ગ છેલ્લા 2 વર્ષથી વિકાસ માટે ઝંખે છે. કરોડોના ખર્ચે બનાવામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીતો સરકાર દુનિયાને બતાવે છે પરંતુ ત્યાં પહોંચવાના બિસ્માર રસ્તાને સરકાર વિકાસ મોડલ તરીકે બતાવશે? નેશનલ હાઈવે નંબર 48ને મુલદ ગામથી જોડીને ઝગડીયા SoU સુધીના માર્ગની હાલત પણ ગામડાઓના માર્ગ જેવી જ છે.  


સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા અતિ બિસ્માર રસ્તો પકડવો પડશે

દેશ-વિદેશથી સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે. દેશને એક કરવામાં સિંહ ફાળો આપનારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી પહોંચવા લોકોને ખાડા તથા ધૂળની ડમરીઓવાળા રસ્તાથી પસાર થવું પડે છે. સરકાર સુધી આ રસ્તાની હાલતને સુધારવા રહિશોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તેમના અવાજને સાંભળવામાં નથી આવતા. મુલદથી ગુમાવદેવ રેલ્વે ક્રોસિંગ પાસેની ચોકડી સુધીના માર્ગથી પસાર થતા લોકોને સ્વાસ્થ સંબંધી તકલીફ પડી રહી છે. 


 કેવી છે ગુજરાતના રોડની દુર્દશા? 

સરકાર રસ્તાઓ બનાવવા કરોડો રૂપિયાનું બજેટ તો બહાર પાડે છે. રસ્તાઓ પણ બને છે પરંતુ રસ્તાની ગુણવત્તા ખર્ચાયેલા રૂપિયાને સાર્થક્તા આપે છે. એક વાર રસ્તા બન્યા પછી કોર્પોરેશન દ્વારા જ ખાડો ખોદવામાં આવે છે. આ રસ્તા પર આ સપ્લાઈની લાઈન રહી ગઈ તો બીજા રોડ પર આની લાઈન રહી ગઈ. તે લાઈન નાખવા ખોદકામ કરવામાં આવે છે. પરંતુ ખોદકામ કર્યા બાદ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે. દામરનો રોડ સરખો ન બનતા ધૂળ ઉડવાનું સામાન્ય હોય છે. રસ્તાઓની બિસ્માર હાલત દરેક જગ્યાએ જોવા મળે છે. મોટા શહેરથી લઈ નાના ગામડાના રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે. સરકાર ગુજરાતના વિકાસને તેમજ ગુજરાત મોડલને દુનિયાભરમાં બતાવી વાહવાહી મેળવી રહ્યા છે. પરંતુ જમીની વાસ્તવિક્તા કંઈક ઓર જ છે. અમદાવાદ હોય પાલનપુર હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો હોય દરેક રસ્તાની હાલત સરખી જોવા મળે છે.    


અનેકવાર તંત્રને રજૂઆત કરી પણ તકલીફ ત્યાં ને ત્યાં જ

સારા રોડ રસ્તા મેળવાનો અધિકાર સામાન્ય માણસને હોય છે. પરંતુ સારા રસ્તા મેળવવા માટે અનેક સંઘર્ષ કરવો પડતો હોય છે. રોડની દુર્દશા બતાવવા જ્યારે લોકો સરકાર સમક્ષ રજૂઆત કરે છે, તો સરકારી બાબુઓ તેમની વાત તો સાંભળવાની તો દુર તેમને ઓફિસની અંદર નથી આવવા દેતા. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા સ્થાનિકોએ ચક્કાજામ કરી દીધો હતો. આંદોલન ન થાય તેમજ સ્થાનિકો શાંત થઈ જાય તે માટે કાર્યવાહી કરી પરંતુ થોડા સમય માટે સમારકામ કર્યા બાદ કામ બંધ કરી દીધું હતું. 


પ્રજાના પ્રશ્નો તો હાલ નેતાઓ સાંભળવાના જ નથી. પરંતુ ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ સરકાર બિસ્માર રોડને સુધારવા અંગે કામ કરે તો લોકો માટે તેમજ તેમના હાડકા માટે સારૂ રહેશે. દેશની તથા રાજ્યની પ્રગતિમાં રોડ રસ્તાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. દેશમાં પાકા રસ્તા બનાવવાનું સપનું પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું હતું. અનેક નેશનલ હાઈવેનું તેમણે નિર્માણ કરાવ્યું. આ નિર્ણયને કારણે દેશના વિકાસને ગતિ મળી હતી. પરંતુ આજના રોડની દશા તે જોતા તો કદાચ એ દુ:ખી થઈ જતાં. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.