હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થયા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આવા સમાચાર રોજે આવી રહ્યા છે કે આટલી ઉંમરના યુવાનને હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટ્યો. ત્યારે આજે પણ બે જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે. એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જ્યારે બીજો એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. તે ઉપરાંત હાર્ટ એટેકના કિસ્સા કપડવંજ તેમજ સુરતથી પણ સામે આવ્યા છે.
(પ્રતિકાત્મક તસવીર)
બે જગ્યાઓ પરથી સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સા
એક સમય હતો કે કોરોનાને કારણે લોકોના મોત થતા હતા ત્યારે હવે હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે. યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે ઉપરાંત શાળામાં ભણતા બાળકો પણ હૃદય હુમલાના શિકાર બની રહ્યા છે. રાજ્યમાં તેમજ દેશમાં અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. આજે પણ હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોના મોત થયા છે. એક કિસ્સો રાજકોટથી તો બીજો કિસ્સો મોરબીથી સામે આવ્યો છે.
નાની ઉંમરના લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર
મળતી માહિતી અનુસાર રાજકોટમાં મસાલાના વેપારીનું મોત હાર્ટ એટેકને કારણે થયા છે. જે યુવકનું મોત થયું છે તેમનું નામ હિમાંશુ રાઠોડ છે અને તેમની ઉંમર 39 છે. મોરબીમાં બનેલી ઘટનાની વાત કરીએ તો યુપીના રામ સિધારે નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની છાતીમાં દુખાવો થયો અને અચાનક ઢળી પડ્યા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. કપડવંજમાં પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. સફાઈ કામદાર 31 વર્ષીય રાહુલ સોલંકીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.
શિક્ષકોને આપવામાં આવી રહી છે સીપીઆરની ટ્રેનિંગ
સુરતમાં પણ હાર્ટ એટેકનો કિસ્સો બન્યો છે. બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતના સૈયદપુરામાં હીરાની ઓફિસમાં કામ કરતા 25 વર્ષીય યુવક અચાનક બેભાન થઇ ગયો, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. તો બીજી ઘટના હજીરાના મોરાગામમાં પણ એક મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ઘરે ખુરશીમાં બેઠા હતા ત્યારે તે અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.