હાર્ટ એટેકને કારણે મોત થવા જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકને લઈ ચર્ચા થવાનું કારણ એક એ પણ છે કે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. સાજો લાગતો માણસ ક્યારે મોતને ભેટે છે તે જાણી નથી શકાતું. ત્યારે ગુજરાતમાં છેલ્લા થોડા કલાકોની અંદર અનેક યુવાનોએ પોતાના પ્રાણ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યા છે. રાજ્યના અલગ અલગ જગ્યાઓથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. આશાસ્પદ યુવાનોના મોત થયા છે.
રાજકોટમાં ડોક્ટરનું થયું હાર્ટ એટેકને કારણે થયું મોત
હાર્ટ એટેકના કિસ્સાઓ પહેલા પણ સામે આવતા હશે પરંતુ કોરોના બાદ આવી ઘટનાઓ અવાર-નવાર સામે આવવા લાગી છે! કોરોના બાદ હાર્ટ એટેકના કારણે મોત થવાના કિસ્સાઓમાં વધારો થયો છે. પ્રતિદિન સરેરાશ 8થી 9 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. જીવ બચી શકે તેટલો સમય પણ નથી મળતો લોકોને! સાજો લાગતો વ્યક્તિ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે. છેલ્લા થોડા કલાકોમાં પાંચથી છ લોકોના મોત થયા છે. રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 22 વર્ષના ડોક્ટરને હાર્ટ એટેક આવ્યો છે.
હાર્ટ એટેકને કારણે થયા અનેક લોકોના મોત
બીજો એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. બજારમાં ખરીદી કરવા ગયેલા 44 વર્ષીય વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સાંજે તેઓ બજારમાં ગયા હતા, અચાનક તેમની છાતીમાં દુખાવો થયો અને બેભાન થઈ ગયા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત દાહોદમાં ટીઆરબી જવાનનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં દોડી રહેલા ટીઆરબી જવાન અચાનક ઢળી પડ્યો. સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું. એવી પણ માહિતી સામે આવી છે કે તેમનો જીવ બચે તે માટે લોકોએ તેમને સીપીઆર પણ આપ્યું પરંતુ હાર્ટ એટેક એટલો તીવ્ર હતો કે તેમનો જીવ બચી ન શક્યો.
વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે થયું મોત!
એવી પણ માહિતી સામે આવી છે કે સુરતમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. હાર્ટ એટેકને કારણે 37 વર્ષીય કાજલબેન ડોબરીયાનું મોત થઈ ગયું હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. તે ઉપરાંત સુરતના ગોડાદરા વિસ્તારમાં રેહતા 43 વર્ષીય શ્રીનિવાસ રામલુંનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. તો ત્રીજો બનાવ સુરતના લિંબાયતથી સામે આવ્યો છે. તો એક કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં એક વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. વિદ્યાર્થીઓમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી છે.