સુરતના સચીન વિસ્તારના લાજપોર ગામમાં લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. ચાર છોકરાના બાપે તરૂણીને ફસાવીને ભગાડી ગયો હતો. સમગ્ર બાબતે સુરત પોલીસે સીસીટીવી વગેરે બાબતે તપાસ હાથ ધરી છે.
કેવી રીતે આદિવાસી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી?
ગરીબ ઘરની આદિવાસી તરૂણી પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે સુરતના સચીન વિસ્તારના હોજીવાલા એસ્ટેટમાં કામ કરતી હતી. આ તરૂણીનો સંપર્ક ત્યાંના સ્થાનિક 48 વર્ષના રિક્ષાચાલક અબ્દુલ સાથે થયો હતો. ચાર છોકરાના બાપ અબ્દુલે આદિવાસી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી.
કોણ છે આ અબ્દુલ હમીદ હાસિમ મધી?
અબ્દુલ સુરતનો રહેવાસી છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અબ્દુલ ચાર સંતાનોનો બાપ છે જેમાં બે પુત્રીના તો લગ્ન પણ થઈ ગયા છે. તરુણી જ્યારે કામ પર જતી હતી તે સમયે અબ્દુલ તેનો પીછો કરતો હતો અને તેવી જ રીતે તરૂણીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી.
પરિવારે પોલીસ પાસે મદદ માગવા પહોંચ્યું
આદિવાસી તરૂણી એક દિવસે નોકરીમાંથી પરત ન ફરતા પરિવાર મદદ માગવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. સુરત પોલીસને તપાસમાં જાણ થઈ હતી કે અબ્દુલ નામનો રિક્ષા ચાલક પણ ગાયબ છે અને સમગ્ર વાતથી ભાંડો ફૂટ્યો હતો.