‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ’. એક બાળકના વિકાસમાં, બાળકના ભણતર તેમજ ગણતરના પાયામાં એક શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે. આપણે ત્યાં ગૂરૂને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે એક એવા શિક્ષકની વાત કરીએ જે અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષિત કરે છે.
દીકરીએ શિક્ષકને કહ્યું કે મારે ભણવું છે...
વાત છે દાહોદના પાયલ પારૂભાઈ બિલવાળની.. 8 ધોરણ સુધી ત્યાં દાહોદમાં જ દીકરી ભણી પણ આ બધા એવા વિસ્તારો જ્યાં મોટાભાગના લોકો મજૂરી કરે ખેતી કરે અને થોડા થોડા સમયમાં કામના અર્થે બીજા ગામમાં, શહેરમાં જતા રહે. બાળકોને એટલું ભણાવે પણ નહીં. આવી સ્થિતિમાં મમતા બેન જે પ્રાથમિક શાળાના શિક્ષક છે તે બાળકોને સમજાવી અને 8 ધોરણ પછી વિદ્યાર્થીઓને 9 થી 12 ધોરણમાં ભણવા માટે પ્રોત્સાહિત કરતા. એવી શાળામાં મોકલે. હોસ્ટલ હોય આશ્રમ શાળામાં મોકલે એટલે એ છોકરાઓનું ભણતર ના બગડે. અને એમના માં-બાપ જોડે મજૂરી કરવા ન જાય એવી જ છોકરી પાયલ જેણે શિક્ષકને કહી દીધું કે બેન મારે ભણવું છે.
જ્યારે વિદ્યાર્થી આગળ વધે છે ત્યારે શિક્ષકને ગર્વ હોય છે....
એટલે ધોરણ 9 થી 12 ઉત્તર બુનિયાદી કન્યા શાળા, ગ્રામભારતી શાળામાં પાયલનું એડમિશન શિક્ષકે કરાવ્યું, શાળામાં લઈ ગયા અને પછી દરેક સિદ્ધિઓ પાયલના કદમોમાં હતી. પાયલને 12thમાં સ્કૂલમાં પહેલો નંબર આવ્યો. અત્યારે M.S.યુવિવર્સિટીમાં B.A. with Englishમાં પાયલનું એડમિશન મેડમે કરાઇ દીધું છે પાયલ સમગ્ર ગુજરાત રાજ્યમાં એસટી કેટેગરીમાં ઉત્તર બુનિયાદી શાળાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એટલે 31000/- ઈનામ મળશે. જ્યારે એક વિદ્યાર્થી પ્રગતિના પંથે આગળ વધે ત્યારે શિક્ષકને ગર્વ થતો હોય છે.