ચાર રાજ્યોના Assembly Electionના રિઝલ્ટ વચ્ચે ટ્રેન્ડ થયું રાહુલ ગાંધી પનોતી હેં...! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-03 12:22:53

ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઈનલ મેચ બાદ સોશિયલ મીડિયા પર એક # ટ્રેન્ડ થઈ રહ્યો હતો પનોતી. મેચમાં ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા આ # માત્ર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો પરંતુ આ અંગે ચર્ચા ત્યારે મીડિયા પર કરવામાં આવી જ્યારે એક જનસભામાં રાહુલ ગાંધીએ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તે બાદ આ શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ હતી. ત્યારે ફરી એક વખત આવો # ટ્રેન્ડ થઈ રહ્યો છે જેમાં રાહુલ ગાંધી પનોતી હૈં લખવામાં આવ્યું છે. તે સિવાય બીજું એક # પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે પપ્પુ પનૌતી.. 

રાહુલ ગાંધી પનોતી હૈં # થઈ રહ્યું છે ટ્રેન્ડ 

ચાર રાજ્યો વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ત્રણ મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ છત્તીસગઢમાં ભાજપ પાર્ટી જીત તરફ અગ્રેસર થઈ રહી છે. અલગ અલગ જગ્યાઓથી જીતની ઉજવણીના પણ દ્રશ્યો સામે આવ્યા જેમાં કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે ઝુમી રહ્યા હતા. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક # ટ્રેન્ડ થઈ રહ્યું છે રાહુલ ગાંધી પનોતી હે. થોડા સમય પહેલા પનોતી ટ્રેન્ડ થઈ રહ્યું હતું જ્યારે હવે આ # ટ્રેન્ડ થઈ રહ્યું છે. અનેક લોકોએ આ # સાથે રાહુલ ગાંધીના અનેક વીડિયો મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે મોટી ઘટના બનતી હોય છે ત્યારે ત્યારે અનેક # ટ્રેન્ડમાં થતા હોય છે. ત્યારે ચાર રાજ્યોના પરિણામને લોકો રાહુલ ગાંધી સાથે જોડી રહ્યા છે તેવું લાગી રહ્યું છે!     



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.