ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતી કાલે જાહેર થવાનું છે. આઠ વાગ્યાથી પરિણામ વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. વોટ્સએપ નંબર પર પણ વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારે આવતી કાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે.
4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
બોર્ડનું પરિણામ વિદ્યાર્થીના જીવનમાં મહત્વનું હોય છે. બોર્ડના પરિણામ પર વિદ્યાર્થીનું કેરિયર આધારીત રહેતું હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું હતું. જે બાદ સામાન્ય રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ તે આ વખતે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં પરીક્ષા યોજાઈ હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. ત્યારે લાખો વિદ્યાર્થીની આતુરતાનો અંત આવતી કાલે આવવાનો છે. સવારે આઠ વાગ્યે વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી વોટ્સએપ નંબરથી પણ પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓને અનુકુળતા રહે તે માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.