ભાઈ બહેનનો સંબંધ થયો કલંકિત! Mahisagarથી સામે આવ્યો એવો કિસ્સો જેમાં ભાઈએ જ બહેનને કરી ગર્ભવતી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-31 17:18:21

રક્ષાબંધન તહેવારની ઉજવણી આપણે હર્ષોલ્લાસ સાથે કરી. ભાઈ પોતાના બહેનની રક્ષાનું વચન લેતા હોય છે. ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન. ભાઈ બહેનના સંબંધો માટે કહેવાય છે કે ભાઈ બહેન ભલે ગમે તેટલું ઝઘડે પરંતુ એક બીજાને ક્યારે નીચે નથી પડવા દેતા. પિતા પછી જો કોઈ છોકરીની રક્ષા કરે તો તે તેનો ભાઈ હોય છે. ભાઈની છત્રછાયામાં બહેન પોતાને સુરક્ષિત માનતી હોય છે. પરંતુ જ્યારે ભાઈ જ હેવાન બને ત્યારે? ભાઈ જ પોતાની બહેનને ગર્ભવતી કરે તો?  



દીકરીને હોસ્પિટલ ખસેડાઈ જ્યાં થયો બાળકનો જન્મ 

ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો મહીસાગરથી સામે આવ્યો છે. સગા ભાઈએ બહેને સગર્ભા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર દીકરી મામાના ઘરે ગઈ હતી ત્યારે તેને પેટમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. પેટમાં દુખાવો થતાં દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી. એવી માહિતી પણ સામે આવી રહી છે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીએ બાળકને જન્મ આપ્યો છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી અને જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી ત્યારે ખબર પડી કે બહેનને પ્રેગ્નેટ કરનાર બીજો કોઈ નહીં પરંતુ તેનો સગો ભાઈ જ હતો. વીરપુર પોલીસે આ મામલે તપાસ કરી અને મળતી માહિતી અનુસાર પોલીસે તેની અટકાયત પણ કરી લીધી છે.    



પારિવારીક મામલો હોવાને કારણે નથી મળી વધુ વિગત 

પારિવારીક મામલો હોવાને કારણે આ અંગે વધારે જાણકારી મળી નથી. જ્યારે પરિવારને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ અંગે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. દીકરી કેટલા વર્ષની છે, ભાઈ કેટલા વર્ષનો છે, દીકરી પ્રેગ્નેટ છે તેની જાણકારી પરિવારને ક્યારે થઈ તે અંગે જાણકારી મળી નથી. એકઆશા છે કે પોલીસ આ મામલે વધારે માહિતી આપે.  



દીકરીઓ હવે ઘરમાં પણ સુરક્ષિત નથી!

આ કિસ્સો સાંભળીને એક પ્રશ્ન થાય કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. કોઈ વખત પિતા જ પુત્રી પર દુષ્કર્મ આચરે છે તેવા સમાચાર સામે આવે છે તો ક્યારેક ભાઈ પોતાની સગી બહેનને ગર્ભવતી કરે છે. સૌથી પવિત્ર ગણાતા સંબંધો પણ હવે કલંકિત થઈ રહ્યા છે. જેની છત્રછાયામાં દીકરીઓ પોતાને સેફ માનતી હોય છે તેનાથી પણ હવે દીકરીઓ સેફ નથી. આ કિસ્સો વાંચીને તમારા પણ રૂંવાડા ઉભા થઈ ગયા હશે, તમારા દિમાગમાં એવો વિચાર આવ્યો હશે કે કેવી રીતે કોઈ ભાઈ પોતાની બહેન સાથે આવું કરી શકે?    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?