રાજ્યમાં એકસાથે થઈ રહ્યો છે ત્રણેય ઋતુનો અહેસાસ, કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-11 11:49:17

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઠંડી તેમજ ગરમીનો અનુભવ તો થઈ રહ્યો છે પરંતુ હાલ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સ્થિતિ એ છે કે સવારે અને રાત્રે સ્વેટર પહેરવું પડે છે તો બપોરના સમયે પંખા ચાલુ કરવા પડે છે. વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. 


અનેક શહેરોમાં જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ 

થોડા દિવસોથી ઠંડીથી છૂટકારો મળ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઠંડીથી રાહત મળી હતી. ત્યારે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે હાલ લોકો બે નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોને કમોસમી વરસાદનો ડર સતાવી રહ્યો છે. તો ઘણા વિસ્તારોમાં તેજ પવન ફુંકાઈ રહ્યા છે. 


આકરા તાપ માટે રહેવું પડશે તૈયાર 

વાતાવરણમાં પલટો આવતાની સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાની આગાહી કરવામાં આવી છે જેને કારણે પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે આગામી એક બે દિવસ ફરી એક વખત ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જેમ શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો તેવી જ રીતે આકરો તડકો પણ પડવાનો છે. બપોરના સમયમાં ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળામાં તાપમાનનો પારો 35 ડિગ્રી  ઉપર પહોંચી ગયો છે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?