ગાંધીનગરમાં ચાલી રહેલા આંદોલનો મામલે ગૃહ રાજ્યમંત્રીની પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:50:47

માજી સૈનિકોના આંદોલન મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું . સરકાર દ્વારા સૈનિકોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. દેશના પૂર્વ સૈનિકો સાથે બેઠકો કરી કયા પ્રશ્નો તાત્કાલિક ઉકેલાય તેમ છે અને કયા પ્રશ્નો સમય માંગી લે તેવા છે એ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ પ્રમાણે નિર્ણયો પણ કરવામાં આવ્યા છે. વધુમાં ધરણા પર બેઠેલા પૂર્વ સૈનિકોની તમામ વ્યવસ્થા પણ ગુજરાત પોલીસ દ્વારા કરવામા આવી છે.  વધુમાં પૂર્વ સૈનિકો સાથે આજે સાંજે ફરી બેઠક છે અને પૂર્વ સૈનિકો સાથે રાજકારણ કરવું એ હું યોગ્ય નથી માનતો તેમ હર્ષ સંઘવી જણાવ્યું હતું.


"દરેક વિષય પર સરકારી કર્મચારી જોડે છીએ"- હર્ષ સંઘવી 

અને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકાર દરેક વિષય પર સરકારી કર્મચારી જોડે છે અને તેમની અપેક્ષા કરતાં પણ વધુ 25 જેટલા વિષયો પર સરકાર સમાધાન લાવ્યા છે અને દેશમાં અનેક રાજ્યોમાં હજુ છઠ્ઠા પગારપંચ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં 7માં પગારપંચ પ્રમાણે 9 લાખ કર્મચારીને લાભ મળી રહ્યો હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.


કોંગ્રેસના આક્ષેપ પર સંઘવીના જવાબ 

બીજી તરફ જગદીશ ઠાકોરના નિવેદન  પર હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર કોંગ્રેસે ક્યારેય કાંઈ સારૂં કામ કર્યું નથી. કોંગ્રેસે ભાગલા પાડવા સિવાય બીજુ કાંઇ કામ કર્યું જ નથી. હાલ ચૂંટણી નજીક આવી રહી છે. એટલે કોંગ્રેસના નેતા બોલશે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.