Rajkot Fire Accident મામલે High Courtમાં થઈ સુનાવણી... ગુજરાતમાં બનતી દુર્ઘટનાઓને લઈ હાઈકોર્ટના સરકારને સણસણતા સવાલ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-27 15:12:49

શનિવાર સાંજે રાજકોટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા..રાજકોટમાં બનેલી ઘટનાએ બધાને હચમચાવી દીધા છે.. રાજકોટમાં બનેલી ઘટનાને પગલે હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે પણ સ્વીકાર્યું હતું કે આ માનવ સર્જિત ડિઝાસ્ટર છે.. આ અગ્નિકાંડ મુદ્દે રજાના દિવસે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. હાઇકોર્ટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ગેમ ઝોનના કેવા નિયમો છે તે અંગે સબમિશન આપવા આદેશ આપ્યો હતો. ત્યારે આ મામલે સુનાવણી ચાલી રહી છે જેમાં દલીલો કરવામાં આવી રહી છે કે આ મામલે શું પગલા લેવાયા છે? 


ગુજરાતમાં બનેલી અનેક દુર્ઘટનાઓનો કરાઈ રહ્યો છે ઉલ્લેખ!

અરજદાર દ્વારા કહેવામાં આવ્યું કે માત્ર સંવેદના વ્યક્ત કરવાથી શું થાય? આ મામલે સરકાર શું કરી રહી છે? મહત્વનું છે કે અરજદાર દ્વારા અનેક રજૂઆતો, દલીલો કરવામાં આવી રહી છે. મહત્વનું છે આગળ બનેલી દુર્ઘટનાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવી રહ્યો છે.. આ દુર્ઘટના બની તે બાદ એક ફોટો સામે આવ્યો હતો જેની વાત પણ આ સુનાવણી દરમિયાન કરવામાં આવી... સુનાવણી દરમિયાન એવો પણ ઉલ્લેખ કરાયો કે આ ગેમ ઝોનના ઉદ્ધાટનમાં અધિકારીઓ ચીફ ગેસ્ટ તરીકે ગયા હતા. ત્યારે કેમ એવો વિચાર ના આવ્યો કે આ ટીઆરપી ગેમ ઝોન દ્વારા કોઈ પરવાનગી લેવાઈ છે કે નહીં તે કેમ ના વિચાર્યું?


RMCને હાઈકોર્ટે પૂછ્યો સવાલ કે આટલા મહિનાઓથી ગેમ ઝોન ચાલે છે તેની ખબર પણ ના પડી?

હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને રાજ્યની મશીનરી ઉપર ભરોસો રહ્યો નથી.. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ હાઈકોર્ટ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે 18 મહિનાથી ચાલતા આ ગેમ ઝોન વિશે તમને ખબર ન હતી? કોઈ પણ પરમિશન વગર આટલા વર્ષોથી ટીઆરપી ગેમ ઝોન ચાલતો હતો,ત્રણ વર્ષ સુધી આરએમસી શું કરી રહ્યું હતું? આરએમસી દ્વારા એવી દલીલ કરવામાં આવી કે ટીઆરપી દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરવામાં આવી ન હતી.. અરજદાર અમીત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ કોર્ટ રૂમમાં હાજર છે.. એવી માહિતી સામે આવી છે કે સરકારી વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે તુરંત પગલા લેવામાં આવ્યા છે અને બધા ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે એક પણ ગેમ ઝોન ચાલું નથી..સરકારના વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે રાજ્ય સરકાર આ મામલે ખૂબ ગંભીર છે. આ મામલે અમે કોઈને નહીં છોડીએ. મહત્વનું છે આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી રહી છે કે સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે જેમાં 6 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે..  


એફઆઈઆરને લઈ કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યો સવાલ

રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.. સરકાર તેમજ આરએમસીની ઝાટકણી કોર્ટ દ્વારા કાઢવામાં આવી રહી છે.. ઘણા સમયથી ગેમ ઝોન ચાલી રહ્યું હતું તેની ખબર કેવી રીતે આરએમસીને ના થઈ તેવો સવાલ પણ પૂછવામાં આવ્યો.. અમદાવાદમાં કેટલા ગેમ ઝોન છે તેની માહિતી પણ કોર્ટમાં રજૂ કરાયા હતા.. એફઆઈઆરને લઈ પણ કોર્ટ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો છે. મહત્વનું છે કે બ્રિજેશ ત્રિવેદી દ્વારા એ વાત કરવામાં આવી કે એફઆઈઆરમાં પેટ્રોલ ડિઝલનો જથ્થો હોવાનો કોઈ ઉલ્લેખ નથી..


10 દિવસ બાદ વિગતવાર રિપોર્ટ એસઆઈટી દ્વારા સોંપાશે. 

કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રીના ઘટનાસ્થળની વિઝીટ બાદ FIR કરવામાં આવી.. લોકોને પોતાના સ્વજનો મળી નથી રહ્યા.. 18 મહિનાથી ચાલતા ગેમ ઝોન આરએમસીને કેમ ના દેખાયો? રાજ્ય સરકાર દ્વારા 7 જેટલા લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.. તેવી પણ માહિતી સામે આવી છે કે એસઆઈટી દ્વારા 72 કલાકમાં પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવશે જ્યારે વિગતવાર રિપોર્ટ 10 દિવસની અંદર સોંપાશે.. તે સિવાય ગુજરાતમાં ભૂતકાળમાં બનેલી અનેક દુર્ઘટનાઓનો કોર્ટે ઉલ્લેખ કર્યો હતો..  


6 જૂને હાથ ધરાશે આગળની કાર્યવાહી

મહાનગર પાલિકાઓ માટે પણ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.. કોર્ટે કહ્યું કે મહાનગર પાલિકાએ કોર્ટના નિયમોનું પાલન ન કર્યું. કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાયદાનું સાશન પ્રવર્તવું જોઈએ, લોકો પ્રત્યે ઓથોરિટીએ જવાબદાર હોવું જોઈએ. ઓથોરિટીએ નિરીક્ષણ કર્યું નહીં, ગેમ ઝોન ચાલતો રહ્યો અને નિર્દોષ બાળકો મૃત્યુ પામ્યા. આગને લગતી PILમાં હાઇકોર્ટે આપેલું નિર્દેશોનું પાલન થયું નથી તે કંટેમ્પ બરાબર છે. મહત્વનું છે કે 3 જૂન સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી 6 જૂને થશે તેવી માહિતી સામે આવી છે..  



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...