તમે વિચાર કરો ઢોલ નગાડા વાગતા હોય, લોકો નાચી રહ્યા હોય અને તેની પાછળ બિલ્ડીંગની બાલ્કની ધડામ કરીને પડે તો? અનેક લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય. ત્યારે આવી જ ઘટના મુંબઈના પાર્લે વિસ્તારમાં બની છે. ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થતાં બે વ્યક્તિના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આવી જ એક બીજી ઘટના મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બની છે. ભારે વરસાદને કારણે બિલ્ડીંગ જમીનદોસ્ત થઈ ગઈ અને કાટમાળ નીચે લોકો ફસાઈ ગયા. રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. 21 કલાકની ભારે મહેનત બાદ લોકોનું રેસ્ક્યુ તો કરાયું, બે વ્યક્તિ મળ્યા પણ ખરા પરંતુ મૃત હાલતમાં. બે વ્યક્તિની લાશને બહાર કાઢવામાં આવી છે.
ચોમાસાની શરૂઆતમાં જ બગડી મહારાષ્ટ્રની હાલત
ચોમાસાની આતુરતાથી રાહ તો આપણે જોતા હોઈએ છીએ. વરસાદ પડે તેની મજા પણ આપણને આવતી હોય છે. પરંતુ વરસાદને કારણે અનેક જગ્યાઓ પર દુર્ઘટના પણ સર્જાતી હોય છે અને લોકોના મોત પણ થતાં હોય છે. સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની થતીં હોય છે. ત્યાંના લોકો કહે છે કે એક વાર જો વરસાદ શરૂ થઈ ગયો તો અનેક દિવસો સુધી ત્યાં અવિરતપણે વરસાદ વરસતો રહે છે. ત્યારે મહારાષ્ટ્રમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે બિલ્ડીંગ તેમજ દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. માત્ર મહારાષ્ટ્રથી હજી સુધીમાં એવી બે ઘટના સામે આવી છે જેમાં લોકો મોતને વ્હાલા થઈ ગયા છે.
હજી તો ચોમાસાની સિઝન બાકી છે...
મહત્વનું છે કે મુંબઈમાં રહેતા લોકો કહેતા હોય છે કે એક વખત જો મુંબઈમાં વરસાદની શરૂઆત થઈ ગઈ તો પછી અનેક દિવસો સુધી વરસાદ બંધ નથી થતો. ત્યારે હજી તો વરસાદી સિઝનની શરૂઆત જ છે. શરૂઆતમાં જ જો વરસાદ આટલી તબાહી મચાવી શક્તો હોય તો આગામી દિવસોમાં વરસાદને કારણે અનેક દુર્ઘટના સર્જાઈ શકે છે. તબાહીના અનેક દ્રશ્યો સામે આવી શકે છે જે જીવલેણ હોઈ શકે છે.