રખડતાં ઢોરનો મુદ્દો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતાં ઢોરના હુમલાનો શિકાર બની રહ્યા છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં રખડતાં ઢોરને લઈ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઈંગ્લિશ મીડિયમના પેપરમાં લેટર રાઈટિંગમાં રખડતાં પશુ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને કેવી રીતે પત્ર લખી રજૂઆત કરશો તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓ માટે પણ રખડતા ઢોરનો મુદ્દો એક પ્રશ્ન બન્યો
બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે ભાષાના પેપરો હતા. ત્યારે ગુજરાતીના પેપરમાં મોબાઈલના લાભાલાભ, હિંદી ભાષામાં ગ્લોબલ વોર્મિગ સહિત અનેક મુદ્દાઓ પર પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ત્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પત્ર લેખનમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તે આજની ગંભીર પરિસ્થિતિને દર્શાવતા હોય તેવો હતો.વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે શહેરમાં રખડતાં ઢોરને લઈ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી કેવી રજૂઆત કરશો તેવું પૂછવામાં આવ્યો હતો.
રખડતા ઢોરને લઈ પત્ર લખવાનો આવ્યો પ્રશ્ન
દિવસેને દિવસે રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. અનેક વખત નિર્દોષ લોકો રખડતાં પશુના હુમલાનો ભોગ બનતા હોય છે. હુમલાને લઈ લોકોમાં પણ ભારે રોષ ભભૂક્તો હોય છે. ત્યારે વધતા રખડતા પશુઓના ત્રાસની અસર બોર્ડના પેપરમાં પણ દેખાઈ હતી. પરીક્ષામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં રખડતાં પશુઓના ત્રાસને લઈ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખવામાં કહેવામાં આવ્યું હતું, રખડતા ઢોરનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. દિવસેને દિવસે રખડતા પશુનો ત્રાસ પણ જોવા મળતો હોય છે ત્યારે બોર્ડની પરીક્ષામાં આ રખડતા ઢોરનો મુદ્દો પ્રશ્ન બનીને આવ્યો હતો.