રાજસ્થાનમાં એવો ટ્રેન્ડ હોય છે જે કે દર પાંચ વર્ષે રાજસ્થાનની જનતા સત્તામાં પરિવર્તન લાવે છે. એક વખત ભાજપ આવે છે, એક વખતે કોંગ્રેસ. આ વર્ષોથી ચાલ્યું આવે છે. આ વખતે ભાજપ આવશે તો પરંપરા જળવાશે અને કોંગ્રેસ રિપિટ થશે તો ઈતિહાસ રચાશે. આ જાણવામાં પણ સૌ કોઈને રસ છે.
અનેક દિગ્ગજ નેતાઓએ ગજવી છે સભા
પાંચ રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. આજે ચાર રાજ્યો માટે મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં કોઈ વખત ભાજપ આગળ વધે છે તો કોઈ વખત કોંગ્રેસ આગળ વધે છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો હતો. રાજસ્થાનમાં 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધીના 46 દિવસના પ્રચારમાં બંને પક્ષોના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી સભાઓ, રેલીઓ અને રોડ શોમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. આજે રાજસ્થાનની જનતા આ સભાઓ અને રોડશોનો હિસાબ આપશે.
શું રાજસ્થાનમાં ભાજપ રચશે ઈતિહાસ?
રાજસ્થાનમાં લોકો રાહ જોઈને બેઠા છે કે રોટી પલટાશે કે નહિ કારણ કે અહીં દર પાંચ વર્ષે સત્તા બદલાઈ જતી હોય છે. MPમાં BJP રુઝાનોમાં બહુમત જોવા મળી રહી તો, છત્તીસગઢમાં બઘેલની સરકાર બનશે તેવું રૂઝાન જોઈને લાગી રહી રહ્યું છે જ્યારે રાજસ્થાનમાં બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે.