દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો છેલ્લા અનેક દિવસોથી ધરણા ધરી રહ્યા છે. ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે. કુસ્તીબાજો જંતર મંતર ખાતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ધરણા પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં અનેક અભિનેતાઓ તેમજ સ્ટાર ખેલાડીઓ આવ્યા છે. કોઈએ સમર્થનમાં પોતાનું નિવેદન આપ્યું છે કે કોઈએ વિરોધમાં નિવેદન આપ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં આ મામલે થશે સુનાવણી!
કુસ્તીબાજોનો વિરોધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે. બ્રિજભૂષણ શરણ સિંહ સામે ધરણા કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવ્યા છે. લાંબા સમય બાદ ફરી એક વખત કુસ્તીબાજો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા છે. બજરંગ પુનિયાનું સમર્થન ધરણા કરી રહેલા પહેલવાનોને મળ્યું છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ આ અંગે નિવદેન આપતા કહ્યું કે એથ્લેટ્સને રસ્તા પર ન્યાયની માગ કરતા જોઈને દુખ થાય છે, તેમને ન્યાય મળવો જોઈએ.
કપિલ દેવે આ મામલે કહ્યું...
સાત મહિલા કુસ્તીબાજોએ 21 એપ્રિલે બ્રિજભૂષણ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો. કેસ ન નોંધાતા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ જંતર મંતરને જ અખાડો બનાવી દીધો હતો. પ્રેક્ટિસ કરી હતી. કુસ્તીબાજોએ ક્રિકેટ ખેલાડીઓને પણ આ મામલે પ્રશ્ન પૂછ્યો હતો કે તેઓ કેમ શાંત છે. ત્યારે ભારત ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મામલે કહ્યું હતું કે શું આ લોકોને ન્યાય મળશે?
પી.ટી ઉષાએ પણ આપ્યું હતું નિવેદન!
ઉલ્લેખનિય છે કે પી.ટી ઉષાએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને ટેકો ન આપ્યો હતો. તેમણે કહ્યું કે પહેલવાનો દ્વારા માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવું તે અશિસ્ત છે. IOAની કાર્યકારી સમિતિની બેઠક બાદ પીટી ઉષાએ વધુમાં કહ્યું કે માર્ગો પર પહેલવાનોનો વિરોધ ભારતની છબી ખરાબ કરી રહ્યો છે.