ક્ષત્રિય સમાજના વિરોધનો રેલો પહોંચ્યો કચ્છ! ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો થયો વિરોધ! પોલીસ અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે થયું ઘર્ષણ! જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-26 11:20:49

ગુજરાતમાં મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી છે  ત્યારે ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે ખોલેલો મોરચો હવે ભાજપના વિરૂધ જઈ રહ્યો છે. ભાજપના નેતાઓને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નેતાઓના ઉદાહરણો આપણી સામે છે જેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે આ લિસ્ટમાં વધુ એક ભાજપના નેતાનો સમાવેશ થઈ ગયો છે. કચ્છ વાગડમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો આક્રામક વિરોધ થયો હતો.

અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેનદન બાદ વિરોધનું વંટોળ ઉદ્ભવ્યું હતું. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી હતી. મોટું આંદોલન પણ રાખવામાં  આવ્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા. વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરષોત્તમ રૂપાલાની સામે શરૂ થયેલો વિરોધ ભાજપ સામે ફેરવાઈ રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા જ્યાં પ્રચાર કરવા જાય છે ત્યાં તેમનો વિરોધનો સામનો નથી કરવો પડ્યો પરંતુ ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.. 


કચ્છના ભાજપના ઉમેદવારનો થયો વિરોધ!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, પૂનમબેન માડમ, હાર્દિક પટેલ સહિતના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજના લોકો તેમની સભામાં પહોંચી જાય છે ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરે છે... તે સિવાય પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પણ સૂત્રોચ્ચાર કરે છે... અનેક વખત પોલીસ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ઘર્ષણ થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.. આ બધા વચ્ચે કચ્છના ભાજપના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રસ્તા વચ્ચે આવી ગયા હતા. પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ગુજરાત ભરમાં ક્ષત્રિય સમાજ ખુબ આક્રમકઃ વિરોધ કરી રહ્યો છે.           


વિવાદને શાંત કરવા ભાજપના મંત્રીઓને સોંપાઈ જવાબદારી!

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા અનેક જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી છે. ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક થઈ રહી છે અને આ વિવાદને શાંત કેવી રીતે કરવો તે અંગેની વિચારણા થઈ રહી છે.. ગઈકાલે સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. એક તરફ ક્ષત્રિય લડી લેવાના મૂડમાં છે તો બીજી તરફ સરકાર આ વિવાદને ડામવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે જોવું રહ્યું કે આ વિવાદમાં આગળ શું થાય છે?      



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...