વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના આટા ફેરા વધી ગયા છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટી પોતાના પ્રચારમાં મગ્ન થઈ છે. આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.ત્યારે આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેમની મુલાકાતને લઈ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ
વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરથી માદરે વતન આવવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ ગુજરાતને અનેક વિકાસની ભેટો આપવાના છે. પ્રવાસના પ્રથમ દિવસે મહેસાણાના મોઢેરા ખાતે 3900 કરોડના કામોનું લોકાર્પણ કરવાના છે. સૂર્ય મંદિરમાં 3D પ્રોજેક્શન, હેરીટેજ લાઈટિંગનુ ઉદ્ઘાટન કરશે. સૌર ઉર્જાથી સંચાલિત પ્રોજેક્શન મેપિંગ અને લાઈટિંગ શો થશે. તે બાદ મોઢેશ્વરી માતાના દર્શન કરશે અને મોઢેરા પાસે સભાને સંબોધવાના છે.
પ્રવાસના બીજા દિવસે ભરૂચ ખાતે બનનારુ જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમૂહુર્ત કરવાના છે. જે બાદ આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે જનસભાને સંબોધવાના છે. જે બાદ જામનગર જઈ અનેક વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણામાં જનસભા સંબોધશે તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભાષણ આપશે.