"વડાપ્રધાને કહ્યું- 'સોમનાથ દાદાના આશિર્વાદ હોય તો પછી જીત પાક્કી જ હોય"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 12:58:26


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. અત્યારે ત્રણેય પાર્ટીએ મોટાભાગની બેઠકો પર પોતાના ઉમેદવારો પણ પસંદ કરી લીધા છે. ત્યારે ભાજપે પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળ ખાતે જનસભાને સંબોધતા નજરે પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપની જ સરકાર બનશે એની ખાતરી તો મને છે. નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે. તેમ છતા તેઓ કેમ દોડભાગ કરી રહ્યા છે એના કારણ વિશે પણ જણાવ્યું હતું.


શું કહ્યું PM મોદીએ !!

નરેન્દ્ર મોદીએ વેરાવળ ખાતે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે. અત્યારે અગાઉના વિવિધ સરવે, રાજકીય નિષ્ણાંતોના મતો પર નજર કરીએ તો ભાજપ જ જીતશે એમ લાગી રહ્યું છે. જોકે આ દરમિયાન ઘણા લોકો મને પૂછતા હોય છે કે કેમ તમે ગુજરાતમાં સુપર એક્ટિવ થઈને ઘણી ભાગ દોડ કરો છે.


વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સતત એક્ટિવ રહેવા મુદ્દે કહ્યું કે હું પણ જાણું છું સરકાર અમારી બનશે પણ મારે જનતા સાથે મળવું છે. મને ગુજરાતની જનતાની યાદ આવે છે અને હું અહીં ભગવાનના દર્શન કરવાની સાથે જનતા સાથે રહેવું એ મારુ કર્તવ્ય છે.


નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડવાનો છે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારપછી આ સંબોધનમાં વિગતવાર જણાવ્યું હતું કે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડવા જઈ રહ્યા છે. આ ભૂપેન્દ્ર હવે બધા નવા રેકોર્ડ બનાવે એટલે નરેન્દ્ર અહીંયા સતત સુપર એક્ટિવ રહે છે. હજુ અમારે ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જવું છે. તેથી જ હું મારુ કર્તવ્ય નિભાવવા માટે અહીં સતત આવતો રહું છું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.