નેપાળના વડાપ્રધાન પ્રચંડ ભારતના પ્રવાસે છે. ગઈકાલે પીએમ મોદી સાથે બેઠક કરી હતી અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે બાદ નેપાળના પીએમએ ભારતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ત્યારે આજે નેપાળના વડાપ્રધાન મહાકાલના દર્શન કરવા પહોંચ્યા હતા. ગર્ભગૃહમાં તેમણે પૂજા કરી હતી. પીએમની સાથે તેમની પુત્રી પણ હાજર હતા. શિવજીના ચરણોમાં નેપાલથી લાવેલા 100 રૂદ્રાક્ષ અર્પણ કર્યા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ હાજર રહ્યા હતા.
#WATCH | Nepal's PM Pushpa Kamal Dahal 'Prachanda' offers prayers at the Mahakal Temple in Ujjain, Madhya Pradesh.
— ANI (@ANI) June 2, 2023
(Video: Mahakaleshwar Temple Committee) pic.twitter.com/0EsazSmPdA
નેપાળના પીએમે કર્યા મહાકાલ મંદિરના દર્શન!
ઉજ્જૈનના મહાકાલ મંદિરના દર્શન કરવા નેપાળના પીએમ પહોંચ્યા હતા. નેપાળના પીએમ પુષ્ક કમળ પ્રચંડ હાલ ભારતના પ્રવાસે છે. ગઈકાલે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે બેઠક કરી હતી. બેઠક પહેલા મહાત્મા ગાંધીને રાજઘાટ જઈ પુષ્પાંજલી અર્પણ કરી હતી. તે બાદ તેમણે રાષ્ટપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે આજે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલા મહાકાલ મંદિરના દર્શને ગયા હતા. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણએ તેમનું સ્વાગત કર્યું હતું. શિવરાજસિંહે કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો ઐતિહાસિક છે. ક્યારેક એવું લાગે છે કે બે દેશો જ અલગ છે, પરંતુ સંસ્કૃતિ અને સભ્યતા એક જ સરખી છે.
મંદિરમાં અપર્ણ કર્યા રૂદ્રાક્ષ!
3 જૂન સુધી પ્રચંડ ભારતની મુલાકાતે છે. પીએમ તરીકેની આ તેમની ચોથી મુલાકાત છે. ત્યારે આજે નેપાળના પીએમે ઉજ્જૈનની મુલાકાત લીધી હતી. મહાકાલ મંદિરમાં તેમણે પૂજા વિધી કરી હતી. મંદિરમાં પીએમે નેપાળથી લાવેલા 100 રૂદ્રાક્ષ અને 51 હજાર રોકડ અર્પણ કર્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમે તેમની બિમાર પત્ની માટે પ્રાર્થના કરી હતી.