અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચને જોવા બંને દેશના વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે છે. બંને પીએમની હાજરીમાં ટૉસ થયો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતી પહેલા બેટિંગ લીધી છે. વહેલી સવારથી જ મેચને જોવા સ્ટેડિયમ બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી.
ક્રિકેટરો સાથે વાત કરી વધાર્યો ઉત્સાહ
બંને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મેચની શરૂઆત પહેલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શાહ પણ આ પ્રસંગે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. રોજર બિન્નીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. બંને દેશના વડાપ્રધાનોએ પોતાના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.ક્રિકેટ ગ્રાઉન્ડનું ચક્કર લગાવી ત્યાં ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

