ચોમાસાની શરૂઆત થતાં જ વધ્યા શાકભાજીના ભાવ, ટામેટા બાદ આ શાકભાજીના ભાવમાં થયો ભડકો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-28 16:08:43

દિવસેને દિવસે મોંઘવારીનું સ્તર વધતું જઈ રહ્યું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે હવે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. 100 રૂપિયાને પાર તેનો ભાવ પહોંચી ગયો છે. તો બીજા લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોથમિર, ભીંડા, કેપ્સિકમ જેવા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. કોઈ શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કોઈ શાકભાજીના ભાવ અઢીગણા થઈ ગયા છે.


શાકભાજીના ભાવમાં થયો ભડકો 

ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. બિપોરજોય વાવાઝોડાની અસર ચોમાસાની સિસ્ટમ પર દેખાઈ હતી. ચોમાસાનું આગમન ગયા વર્ષ કરતા આ વર્ષે મોડું થયું છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો જે બાદ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થતાં જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. બજારમાં ટામેટાના ભાવ 100ને પાર પહોંચી ગયા છે. તે સિવાય અનેક શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. ઉનાળાના સમય દરમિયાન લીંબુના ભાવમાં વધારો થયો હતો. આદુના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. ત્યારે શાકભાજીના ભાવ વધવાથી સામાન્ય પરિવારની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.


આ શાકભાજીના ભાવમાં પણ થયો વધારો

એક સમયે ટામેટા એકદમ ઓછા ભાવમાં મળતા હતા. ખેડૂતોને પોષણસમા ભાવ પણ મળ્યા ન હતા. જેને લઈ અનેક ખેડૂતોએ પાકને નષ્ટ કરી દીધો હતો. ઉપરાંત મોડા આવી રહેલા વરસાદને પણ ભાવ વધારાનું કારણ માનવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત નિકાસ ઘટવાને કારણે પણ ભાવમાં ભડકો થયો છે. ટામેટાની સાથે આદુ,દૂધી,તૂરિયા, ગાજર, લીલા મરચા, ગવારના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...