સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચૂંટણી સમયે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ ભાવમાં વધારો કરવામાં આવે છે. પરંતુ હમણાં ચૂંટણી નથી તો પણ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે! તેલ કંપનીએ એલજીપી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ભાવ ઘટાડો 19 કિલોના ગેસ સિલિન્ડર માટે કરવામાં આવી છે. આ ભાવ ઘટાડો 22 ડિસેમ્બરથી લાગુ થશે અને ચાર શહેરોમાં લાગુ થશે જેમાં દિલ્હી, કોલકાતા, મહારાષ્ટ્ર અને ચેન્નઈનો સમાવેશ થાય છે.
ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો
અનેક વખત આપણે સાંભળ્યું હશે કે ગેસના ભાવ વધ્યા પરંતુ આ વખતે ગેસના ભાવ ઘટ્યા છે તે સમાચારનો વિષય છે. ચૂંટણીના સમયે મુખ્યત્વે બાટલાના ભાવમાં ફેરફાર કરવામાં આવતો હોય છે પરંતુ ચૂંટણીનો સમય નથી અને બાટલાના ગેસના ભાવમાં ઘટાડો કરાયો છે. 19 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર ગેસ કંપનીએ કર્યો છે. મહત્વનું છે કે આ ભાવ ઘટાડો આખા દેશમાં લાગુ નથી થવાના માત્ર ચાર શહેરોમાં જ આ નવો ભાવ લાગુ થવાનો છે.
ક્યાં કેટલાનો મળશે કોમર્શિયલ ગેસ સિલિન્ડર?
દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નઈમાં આ ભાવ ઘટાડો લાગુ થશે. આ સાથે જ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલેંડરનો ભાવ 1757 પર પહોંચી ગયો છે, કોલકાતામાં આ ભાવ 1868 રૂપિયા જ્યારે મુંબઈમાં 1710 રૂપિયે મળશે, ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1929 પર પહોંચી ગયો છે. મહત્વનું છે કે આ ભાવ ઘટાડોનો ફાયદો સામાન્ય જનતાને નહીં થાય કારણે ઘરેલું રાંઘણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો.
આની પહેલા ભાવમાં કરાયો હતો વધારો
મહત્વનું છે કે ભાવમાં આની પહેલા પેહલી ડિસેમ્બરે વધારો કરાયો હતો. તે વખતે કોમર્શિયલ ગેસની કિંમતમાં 21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે કોમર્શિયલ ગેસના બાટલામાં ઘટાડો કરવામાં આવ્યો છે.