સામાન્ય રીતે જ્યારે ચૂંટણી યોજાવાની હોય છે ત્યારે મોંઘવારીને કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભાવ ઘટાડો જ્યારે કરવામાં આવે છે ત્યારે અમે લખતા હોઈએ છીએ કે ઈલેક્શન ઈફેટ.. એટલે કે ચૂંટણી નજીક આવી રહી છે એટલે ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે વગેરે વગેરે... સામાન્ય માણસને લગતી વસ્તુઓને સસ્તી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતે ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
કયા શહેરમાં કયા ભાવે મળશે ગેસ સિલિન્ડર?
એક તરફ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે. એવું લાગતું હતું કે મોંઘવારીમાંથી આંશિક રાહત મળશે પરંતુ બજેટના દિવસે જ રાંઘણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો ભાવ વધારો એક સાથે ઝીંકાયો છે. એકસાથે 14 રૂપિયાનો વધારો કરવામાં આવતા મોંઘવારીનો ફટકો પડ્યો છે. નવી કિંમતની જાહેરાત બાદ મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 15 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધીને 1723.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જ્યારે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 14 રૂપિયા વધીને 1769.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. તે જ સમયે, કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 18 રૂપિયા વધીને 1887 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 12.50 રૂપિયા વધીને 1937 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
ઘરેલું ગેસ સિલિન્ડરમાં નથી કરવામાં આવ્યો ફેરફાર!
મહત્વનું છે કે સામાન્ય માણસના ખિસ્સા પર આ ભાવ વધારાની અસર નહીં જોવા મળે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં નથી વધારો કરવામાં આવ્યો. 14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. ઘરેલું રાંઘણ ગેસ સિલિન્ડરના કિંમતો સ્થિર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ગમે ત્યારે આ ભાવમાં વધારો જોવા મળી શકે છે.