CNG, PNG અને LPGના ભાવમાં એટલીવાર વધારો કરવામાં આવ્યો છે કે હવે ભાવ વધારો સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ જ્યારે લોકો ભાવ ઘટ્યો તેવું સાંભળે છે તો તેઓ હરખના માર્યા ખુશીથી નાચવા લાગે છે. ત્યારે જમાવટ પર ચાની લારીવાળા, વેલ્ડિંગના કારીગરો જેવા અન્ય લોકો જે કોમર્શિયલ LPGના બાટલા વાપરે છે તેમના માટે ખુશખબર છે.
કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ કેટલો ઘટ્યો?
કોમર્શિયલ એટલે કે દુકાનોમાં વાપરવામાં આવતા LPGના 19 કિલોના બાટલાના ભાવમાં 100 રૂપિયા સુધીના ઘટાડાની જાહેરાત કરી દેવામાં આવી છે. જોજો હો! આ ઘરમાં વાપરવામાં આવતા ગેસના બાટલાની વાત નથી. ઘરમાં વાપરવામાં આવતા 15 કિલોના LPGના બાટલાના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
તો હવે 19 કિલો LPGના બાટલાનો કયા શહેરમાં કેટલો ભાવ?
દિલ્લીમાં 91 રૂપિયા ઘટતા કુલ ભાવ 1,885 રૂપિયા થયો
કોલકાતામાં 96 રૂપિયા ઘટતા કુલ 2,045 રૂપિયા થયો
ચેન્નઈમાં 92 રૂપિયા ઘટતા કુલ 1,844 રૂપિયા થયો
શું હોય છે આ બધી LPG-CNG-PNG નામની બલા?
એલપીજી એટલે ઘરમાં અને ઈન્ડસ્ટ્રીમાં વપરાતો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. CNG એટલે વાહનોમાં વપરાતું પર્યાવરણ માટે સારું ઈંધણ. સીએનજીનું પૂરું વૈજ્ઞાનિક ફુલફોર્મ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. પાઈપ નેચરલ ગેસ(PNG) ઘરે અને માર્કેટમાં વપરાતો ગેસ જે પાઈપના માધ્યમથી વપરાશ કરવામાં આવે છે.