નવા વર્ષના પ્રથમ દિવસે રણબીર કપૂરની આવનારી ફિલ્મ એનિમલનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. રણબીરના આ લૂકને જોઈ લોકો ચોંકી ઉપરાંત ગભરાઈ ગયા છે. જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તેમાં તે લોહીથી લથપથ દેખાઈ રહ્યા છે. એક તરફ જ્યારે લોકો નવા વર્ષને આવકારવા તૈયાર હતા તે સમયે રણબીરે તેમના ફિલ્મનું પોસ્ટર બહાર પાડ્યું હતું. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે.
રણબીર કપૂરના લૂકને જોઈ લોકો આશ્ચર્ચ પામ્યા
ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર એક નવા લૂકમાં જોવા મળવાના છે. રણબીર કપૂરે પોતાની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું જેમાં તે એકદમ ડરાવાના દેખાઈ રહ્યા છે. સંદીપ રેડ્ડી વાંગા આ ફિલ્મનું નિર્દશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીરની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળશે. પોસ્ટરમાં અભિનેતા રણબીર કપૂરનો સાઈડ ફેસ જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં રણબીર લોહીથી લથપથ છે અને તેમના હાથમાં કુહાડી છે જેના પર પણ લોહી દેખાઈ રહ્યું છે.
11 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ
રણબીર અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરી લખ્યું કે એનિમલનો ફર્સ્ટ લૂક ઈસ આઉટ. હું ખૂબ ઉત્સાહિત છું તમે પણ જુઓ. આ ફિલ્મમાં રણવીર કપૂર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ પણ જોવા મળશે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થશે.