સારૂં શિક્ષણ અને આરોગ્ય સારૂં મેળવવું એ નાગરિકોનો હક છે.. પરંતુ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર હોય કે પછી આરોગ્ય બધે હાલત ખરાબ થતી જઈ રહી છે. એક તરફ આપણે વિકાસની ઘણી વાતો કરીએ છીએ પરંતુ વિકાસની એવી તસવીરો અવાર નવાર સામે આવતી હોય છે જે આ દાવાને, આ વાતોને પોકળ સાબિત કરી દે છે.. રોજ એવી તસવીરો સામે આવે છે કે જેમાં દેખાય છે કે સામાન્ય જીવન જરૂરી સુવિધા પણ છેવાડાના માનવી સુધી પહોંચી શકી નથી. ગીર સોમનાથથી સામે આવેલા દ્રશ્યોની આજે વાત કરવી છે.
બાંકડા પર બેસી વ્યક્તિને ચઢાવવામાં આવી રહ્યો છે બાટલો!
રાજ્યમાં એક તરફ રોગચાળો વકર્યો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગની પણ કડવી તસવીર સામે આવી છે. દર્દીઓને એટલી સારવાર નથી મળી રહી, બેડની સુવિધાઓ પણ નથી મળતી.. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માણસ બાંકડા પર બેઠો છે અને એને બાટલો ચઢાવવામાં આવી રહ્યો છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ગીર સોમનાથ જિલ્લાના તાલાળાનો છે. એટલું જ નહીં નર્સિંગ સ્ટાફ હોવા છતાં પટાવાળા બાટલા ચડાવતા હોવાનું સામે આવ્યું છે એટલે કઈ હદે તંત્ર ખાડે ગયું છે.
આરોગ્યની સાથે સાથે શિક્ષણ ક્ષેત્ર પણ ખાડામાં ગયું!
મહત્વનું છે કે આવી પરિસ્થિતિ માત્ર ગીર સોમનાથની નથી પરંતુ અનેક જગ્યાઓની છે.. આરોગ્ય ક્ષેત્રમાં પણ ધાંધીયા છે તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ઉલ્લેખનિય છે કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં રસ્તાઓ નથી.. શિક્ષણ ક્ષેત્રમાં પણ અનેક ખામીઓ છે.. રસ્તા ખરાબ હાલતમાં છે અને છત્તા આપણે કહીએ કે વિકાસ જોરદાર છે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..