દેશના રાજનેતાઓ હવે આવા મુદ્દાઓ પર કરશે ચર્ચા! સંસદમાં ઉઠાવવા ઘણા બીજા અનેક મુદ્દાઓ છે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-27 17:27:00

એક તરફ દેશમાં મણિપુર જેવી ગંભીર બાબતો બની રહી છે જેની પર ચર્ચાઓ થવી જરૂરી છે, અને બીજી બાજુ દેશના નેતાઓને એક બીજાને ટ્રોલ કરવાથી સમય નથી મળી રહ્યો. જ્યારે સંસદમાં મણિપુરની ઘટના પર સરકારને સવાલ કરવામાં આવે ત્યારે નેતાઓ ચૂપ થઈ જાય છે અને બીજી બાજુ બીજા નેતાઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા દેખાય છે. અમે વાત કરી રહ્યા છે રાઘવ ચઢ્ઢાના એક ફોટાની જેની ચર્ચા નેતાઓ કરી રહ્યા છે.   

રાઘવ ચઢ્ઢાના ફોટોને લઈ શરૂ થઈ રાજનીતિ

ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાઇરલ થઈ રહી છે. બુધવારે સંસદ સંકુલમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની ઉપર એક કાગડો બેઠો હતો. તે સમયે રાઘવ ફોન પર વાત કરી રહ્યા હતા. તે સમયની અનેક તસવીરો વાયરલ થઈ ગઈ. આ તસવીરમાં રાઘવ ચઢ્ઢા કાગડાથી બચાવ કરતા દેખાય છે. ભારતીય જનતા પાર્ટીએ રાઘવની તસવીરો ટ્વીટ કરીને ટોણો માર્યો હતો. લખ્યું કે જૂઠ બોલે કૌવા કાટે. આજ સુધી માત્ર સાંભળ્યું જ હતું, આજે જોઈ પણ લીધું અને આ ટ્વીટથી આખી કહાની શરૂ થઈ. જવાબ આપતા રાઘવે કહ્યું કે, 'રામચન્દ્ર કહ ગયે સિયા સે એસા કલયુગ આયેગા, હંસ ચુગેગા દાના ઔર કૌવા મોતી ખાયેગા'

અલગ અલગ યુઝર્સે આપી અલગ અલગ પ્રતિક્રિયા

સાંસદ રાઘવની આ તસવીર મંગળવારની છે. રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લીધા બાદ ફોન પર વાત કરતા કરતા તેઓ આવી રહ્યા હતા. આ દરમિયાન એક કાગડો તેમના માથા પર આવ્યો અને તેણે ચાંચ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે માથું નીચું કરીને પોતાનો બચાવ કર્યો. આ તસવીર વાયરલ થતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક ટ્વિટર યુઝરે લખ્યું કે આ લોકશાહી પર સીધો હુમલો છે, જ્યારે કોઈએ તેને અપશુકન પણ ગણાવ્યું છે. એક યુઝરે લખ્યું "હવે એમ ના કહેતા કે આ bjpએ મોકલેલો કાગડો છે"


હવે આવા જ મુદ્દાઓને લઈ થશે ચર્ચા!

એક તરફ ફોટાની પાછળ રાજનીતિ શરૂ થઈ ગઈ. આવા મુદ્દાઓ પર સાંસદો તેમજ રાજકીય પાર્ટીઓ ચર્ચા કરશે તો દેશના મહત્વના મુદ્દાઓ પર કોણ ચર્ચા કરશે? સંસદમાં જ્યારે જ્યારે મણિપુરને લઈ મુદ્દો ઉઠ્યો છે ત્યારે ત્યારે હોબાળો થયો છે અને કાર્યવાહી સ્થગિત થઈ છે. સંસદમાં મણિપુરની વાત ઉઠી તો સ્મૃતિ ઈરાની અને બીજા નેતાઓ ભડકી ઉઠ્યા. જો તમારે એન્ટરટેરમેન્ટ જોઈતું હોય અને સિરિયલ જોવાની ઈચ્છા થાય તો હવે સંસદ ખોલી અને જોઈ લેવાનું કારણકે સંસદમાં હવે દેશના મુદ્દાની કોઈ વાત તો થતી જ નથી. દેશના નેતાઓએ દેશના મુદ્દાઓને સાઈડમાં જ રાખી દીધા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?