Kheda સિરપકાંડ મામલે આ લોકો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ, પાંચ લોકોના થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-02 12:36:09

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ખેડામાં થયેલા સિરપકાંડ અંગે ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા પછી પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ગુજરાતના વિવિધ સ્થળો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું જેમાં મોટી માત્રામાં સિરપનો જથ્થો ઝડપાયો છે. ત્યારે આ મામલે નવી અપડેટ સામે આવી છે. આ મામલે પાંચ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. નડિયાદ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. ખેડા એસ.ઓ.જી PI અને રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડી.એન.ચુડાસમા ફરિયાદી બન્યા છે. 

5 લોકો સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો

પાંચ લોકો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ

ખેડામાં થયેલા સિરપકાંડ મામલે અનેક કલાકો બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે ફરિયાદ કરનાર બીજુ કોઈ નહીં પરંતુ પોલીસ પોતે બની છે. નડિયાદ પોલીસ સ્ટેશનનાં પીઆઈને ફરિયાદી બનાવ્યા હતા. આ મામલે પાંચ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નડિયાદના યોગેશ સિંધી, બિલોદરાના કિશોર સોઢા, ઈશ્વર સોઢા, વડોદરાના નીતીન કોટવાણી તથા ભાવેશ સેવકાણી સામે પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે. 


અલગ અલગ સ્થળો પર હાથ ધરાયું હતું ચેકિંગ 

આ સમગ્ર મામલે પોલીસે નડિયાદનાં 1, વડોદરાનાં 2, બિલોદરાનાં 2 સહિત કુલ 5 શખ્શો સામે ફરિયાદ નોંધી છે. મહત્વનું છે આ સમગ્ર કિસ્સો સામે આવ્યા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગે છે. અલગ અલગ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોટી માત્રામાં સિરપનો જથ્થો જપ્ત કરાયો છે.  

ક્યાંથી કેટલી બોટલો પકડાઈ?

બોટાદથી પોલીસે સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ મોરબીમાંથી પણ આયુર્વેદિક સીરપની અનેક બોટલો પીપળી રોડ પર આવેલા ઓમ કોમ્પલેક્ષમાંથી મળી આવી હતી.શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપનો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ વડોદરામાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. 20થી વધુ મેડિકલ દુકાનોમાં કરાયું હતું. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સીરપનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. જામનગરથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો છે. તે ઉપરાંત સુરેન્દ્રનગરમાંથી પણ આ સિરપનો જથ્થો જપ્ત કરાયો છે. એવી માહિતી સામે આવી છે કે સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલામાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.