પોલીસે એજન્સી અને આરોપીના નામ વગરની ફરિયાદ નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-10-31 13:06:00

મોરબી પુલ કરૂણાંતિકા મામલે પોલીસકર્મીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં કલમ 304, 308 અને 114 કલમોના આધારે ફરિયાદ થઇ છે. આ એફઆઇઆરમાં બેદરકારી અને નિષ્કાળજીનો ઉલ્લેખ કરાયો છે. મોરબીમાં ગતસાંજે ઝૂલતો પુલ તૂટી પડતા લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં મૃત્યુઆંક 132 પર પહોંચી ગયો છે. 


સંચાલન કરનાર એજન્સી સામે ગુનો દાખલ

આ ફરિયાદમાં પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા. મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું રાજ્ય સરકારે જણાવ્યું હતું. પરંતુ કંપની બાબતે કોઈ પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તેમાં સરકારની કામગીરીને લોકો પર શંકાની નજરે જોઈ રહ્યા છે.


એજન્સી અને આરોપીના નામ વગરની પોલીસ ફરિયાદ

ઝૂલતા પુલ કે જે યોગ્ય સમારકામ અને મેનેજમેન્ટ તથા મેન્ટેનન્સના અભાવે યાંત્રિક ખામી કે અન્ય કોઈ કારણોસર બ્રિજ 6.30 વાગ્યે તૂટી જતા દુર્ઘટના સર્જાઇ. ઝૂલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી, મેનેજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ આરોપીઓના નામ વગર ફરિયાદ નોંધાઇ છે.


નિષ્કાળજી અને બેદરકારીનો ગુનો નોંધાયો

આ ફરિયાદમાં ઉલ્લેખ મુજબ પુલના સમારકામ બાદ પુલની ક્વોલિટી ચેક કર્યા વગર અને યોગ્ય કાળજી રાખ્યા વગર નિષ્કાળજી અને બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ત્યારે હવે આ કરૂણાંતિકા મામલે નવું શું સામે આવે છે તે તપાસનો વિષય બન્યો છે. જેમાં પુલના સમારકામ કરતી એજન્સી, સમારકામનો કોન્ટ્રાક્ટ આપેલી કંપની અને તંત્રની નિષ્કાળજી જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયો છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?