ઉત્તરપ્રદેશ પોલીસે અતીકના પુત્ર અસદ અહેમદનું અને શૂટર ગુલામ મોહમ્મદનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. ઉમેશપાલ હત્યાની ઘટના બન્યા બાદ તેઓ ફરાર હતા. ઝાંસી ખાતે આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એસટીએફએ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. આ બંને પર પાંચ લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા હતા.
ઝાંસી નજીક બંનેનું કરાયું એન્કાઉન્ટર
એક તરફ અતીક અહેમદને અમદાવાદથી ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યો છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અતીકને ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા કે અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટ કરવામાં આવ્યું છે. તેની સાથે શૂટર ગુલામ મોહમ્મદનું પણ એન્કાઉન્ટ કરવામાં આવ્યું છે. 24 ફેબ્રુઆરીએ જ્યારે ઉમેશ પાલની હત્યા થઈ હતી ત્યારથી બંને ફરાર હતા.બંનેની શોધખોળ કરવામાં આવી રહી હતી. એસટીએફ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન તેમનું લોકેશન ઝાંસી ટ્રેસ થયું હતું.
એસટીએફની ટીમ દ્વારા કરાયું એન્કાઉન્ટર
જે બાદ ઝાંસીમાં બંનેને ઘેરી લેવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન અસદ અને ગુલામ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ એસટીએફની ટીમ દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બંનેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ઉપરાંત બંને પાસેથી વિદેશમાં બનેલા હથિયારો પણ મળી આવ્યા છે. મહત્વનું છે કે આજે પ્રયાગરાજ કોર્ટમાં અતીકની સુનાવણી છે. અમદાવાદની સાબરમતી જેલથી અતીકને ઉત્તરપ્રદેશ લાવવામાં આવ્યો હતો.