બાળક ચોરીના આંતરરાજ્ય રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ! જાણો ક્યાંથી અને કેવી રીતે પોલીસે કરી આ મામલાની તપાસ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-05 18:57:09

રસ્તા પર ભીખ માગતા ભીખારી...  આ સાંભળીને અનેક લોકોના આંખોની સામે અનેક દ્રશ્યો સામે આવી જતા હોય છે. નાના બાળકો આપણી નજરોની સામે આવી જતા હોય છે. આપણામાંથી અનેક લોકો એવા પણ હશે જેમને બાળકોને જોઈ દયા આવી જતી હશે. દયા ખઈને બાળકોને આપણે પૈસા પણ આપી દેતા હોઈશું પરંતુ અનેક વખત આપણી સામે એવા દ્રશ્યો, એવા સમાચારો સામે આવતા હોય છે કે ભીખ માગવા માટે બાળકોને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. બાળકોને બીજા રાજ્યોમાંથી ચોરી કરીને લાવવામાં આવે છે તેવો એક કિસ્સો દાહોદથી સામે આવ્યો છે.


બાળકો ઉઠાવતી ગેંગ હોવાની માહિતી મળી દાહોદ પોલીસને 

આપણે જ્યારે રસ્તા પર જતાં હોઈએ ત્યારે સિગ્નલ પર કોઈ બાળક ભીખ માંગતુ દેખાય ત્યારે એ બાળકોને જોઈને અનેક સવાલો થાય કે બાળકો કેમ રસ્તા પર ભીખ માગે છે? અનેક વાર એવા સમાચારો પણ સામે આવ્યા છે કે બાળકોને ભીખ માગવા, ચોરી કરવા માટે ટ્રેઈનીગ આપવામાં આવે છે. બીજા રાજ્યોમાંથી ચોરી કરીને બાળકોને લાવવામાં આવે છે તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે દાહોદ પોલીસને પણ દાહોદ જિલ્લામાં બાળકો ઉઠાવતી ગેંગ ફરતી હોવાની માહિતી મળી હતી આ વાતના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ શરૂ કરી. 


બાળ તસ્કરીનો મામલો આવ્યો સામે 

પોલીસે તપાસ કરવા માટે બાળકો પર વોચ રાખી હતી અને તે દરમિયાન ગઈકાલે સાંજે એક દંપતી સાથે ત્રણ બાળકો જોવા મળ્યા હતા જેમાં એક બાળક તદ્દન જુદું લાગતું હતું. તે નેપાળી હોય તે પ્રકારનું નાનું બાળક હતું. જે દંપત્તીથી બિલકુલ અલગ લાગતું હોવાને કારણે પોલીસને શંકા ગઈ. અને તેના આધારે પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો હતો. પકડાયેલ નરેન્દ્ર રાવત મૂળ રાજસ્થાન સીકર જિલ્લાના છે અને સાથે રહેલી મહિલાનું નામ ગીતા ઉર્ફે નસીમા જાણવા મળ્યું હતું.


નેપાળી લાગતી બાળકીને જોતા પોલીસને થઈ શંકા  

વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલાના પતિના અવસાન બાદ તે નરેન્દ્ર સાથે લીવ ઈનમાં રહેતી હતી.. નેપાળી પ્રકારની લાગતી બાળકીનું અઢી વર્ષ પહેલા દિલ્હીથી અપહરણ કરવામાં આવ્યું હતું. બીજો એક બાળક છે જે રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું છે તેમજ પોલીસે તેના પિતાનું નામ જાણી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે અન્ય એક બાળકીને તાજેતરમાં જ 27 જુલાઈએ રાજસ્થાનના રેલ્વે સ્ટેશન ઉપર તેના પિતાને દારૂ પીવડાવી નશામાં ચકચૂર કરી લીધો હતો અને બાળકીને લઈને નીકળી ગયા હતા. જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં બાળકીને લઈને જતું દંપતી નજરે પડે છે, આ દંપતીએ અન્ય કેટલા બાળકોની ઉઠાંતરી કરી છે, વેચાણ કર્યું હોય તેમજ અન્ય કોણ કોણ છે સામેલ તે તમામ દિશા માં તપાસ હાથ ધરી છે.


અમદાવાદ આવે તે પહેલા પોલીસે ગેંગનો કર્યો પર્દાફાશ 

એટલું જ નહીં આ બંને મહિલા અને પુરુષ કોઈપણ એક જગ્યાએ સ્થાયી નહોતા થતાં દેશભરમાં અલગ અલગ શહેરોમાં જઈને બાળકોની વોચ રાખતા. એકલું બાળક મળી જાય અથવા કોઈ દારૂ પિનાર ઈસમ પાસે બાળક જોવાય તો તેને સારું પીવડાવી નશામાં રાખી બાળકને ઉપાડી લેતા અને અલગ શહેરોમાં ફરતા રહેતા. જ્યાં બાળકો પાસે ભીખ મંગાવતા દાહોદથી  અમદાવાદ જવાની તૈયારીમાં હતા તે દરમિયાન જ દાહોદ પોલીસે ઝડપી લીધા હતા.  


ક્યાં સુધી પોતોના ફાયદા માટે બાળકોનો કરાશે ઉપયોગ 

આવી ઘટનાઓ સામે આવ્યા પછી કેટલા બધા સવાલ ઊભા થાય કે સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? લોકો પાસે પૈસા નથી તો ચોરી કરાવડાવે  છે, ચોરી કરાવડાવે છે અને બાળકો સાથે ભીખ મંગાવે છે. આ તો હદ કે લોકો હ્યૂમન ટ્રાફિકિંગ કરીને બાળકોને ટાર્ગેટ કરી એમને આ ધંધામાં નાખે છે એટલે હવે ભીખ માંગવાનો એક મોટો ધંધો બની ગયો છે. આવા લોકોને પકડીને કાર્યવાહી કરવી હવે જરૂરી બની છે. આના પહેલા પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો બાળકોની ચોરી કરતાં હોય છે ક્યારેક પોતાના ફાયદાના માટે તો ક્યારેક ધંધો કરાવવા માટે!



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?