'શ્રદ્ધાના 35 નહીં પણ 36-37 ટુકડા કરી નાખત' કહેનાર વ્યક્તિની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-26 13:14:14

શ્રદ્ધા હત્યાકાંડમાં રોજે નવા-નવા વળાંક આવી રહ્યા છે. એક તરફ પોલીસ આ કેસને સુલઝાવવા  પ્રયાસ કરી રહી છે. આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. આ ઘટનાને લઈ અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિએ આ અંગે પ્રતિક્રિયા આપી જેમાં તેણે શ્રદ્ધા મર્ડરને સાચું ગણાવે છે. વાયરલ વીડિયોમાં એવું પણ તે કહી રહ્યો છે કે જો આફતાબની જગ્યાએ એ હોતને તો શરીરના 35 નહીં 36 ટુકડા કરત.

 

પોતાનું નામ રાશિદ બતાવ્યું હતું

જ્યારથી આ પ્રતિક્રિયા વાળો વીડિયો વાયરલ થયો હતો ત્યારથી પોલીસ આ વ્યક્તિની શોધખોળ કરી રહી હતી. વીડિયોમાં તે પોતે બુલંદશહેરનો છે અને તેણે પોતાનું નામ રાશિદ ખાન બતાવ્યું હતું. વીડિયોમાં રાશિદ કહી રહ્યો છે કે મારી જો કોઈની સાથે લડાઈ થઈ જાય તો તેને હું કાપી નાખું. આ મામલામાં ધીરે ધીરે ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન આ વ્યક્તિનું નામ રાશિદ ખાન નહીં પરંતુ વિકાસ કુમાર છે.  

Bulandshahr person arrested who justified Shraddha Walkar Murder

આરોપી સામે પાંચ કેસ છે નોંધાયા 

આ વીડિયો વાયરલ થતા અનેક લોકોએ અને સંસ્થાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. વીડિયોમાં રાશિદ ખાન બતાવનાર અસલમાં વિકાસ છે. પૂછપરછ દરમિયાન પોલીસને જાણ થઈ કે આ વ્યક્તિ પર પહેલેથી જ પાંચ ગુન્હા નોંધાયા છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.