'અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન ભારતનું નથી', DGCAઓ કર્યો મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2024-01-21 15:08:32

અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં રવિવારે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયાના મીડિયા રિપોર્ટ છે. અગાઉ એવું જાણવા મળ્યું છે કે તે ભારતીય વિમાન હતું. જો કે, ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના અધિકારીઓએ પ્લેન ભારતનું હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે મોરોક્કોમાં નોંધાયેલ DF10 એરક્રાફ્ટ હતું. હાલ અકસ્માતમાં જાનહાનિની ​​સંખ્યા વિશે કોઈ માહિતી નથી.


આ પ્લેન ભારતનું નથી-DGCA

 

અફઘાનિસ્તાનના બદખ્શાન વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાના સમાચાર મામલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મીડિયા હાઉસે માહિતી આપી હતી કે તે ભારતીય વિમાન હતું. જો કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે આ પ્લેન ભારતનું નથી. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં જે પ્લેન ક્રેશ થયું છે તે ભારતીય પ્લેન નથી. આ પ્લેન મોરક્કો રજિસ્ટર્ડ DF 10 એરક્રાફ્ટ હોવાનું સામે આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝ દ્વારા આને ભારતીય પ્લેન ગણાવાયું હતું તે વાત ખોટી છે.આ મોરોક્કોમાં નોંધાયેલું નાનું એરક્રાફ્ટ છે. મોસ્કો જઈ રહેલું વિમાન રવિવારે અફઘાનિસ્તાનમાં ક્રેશ થયું હતું. તે અફઘાનિસ્તાન થઈને રશિયા જઈ રહ્યું હતું. આ અગાઉ પાકિસ્તાની મીડિયા હાઉસ સમાએ બદખ્શાન પ્રાંતના પોલીસ કમાન્ડને ટાંકીને માહિતી આપી હતી કે વિમાન ગઈકાલે રાત્રે રડારથી ગાયબ થઈ ગયું હતું. આ પછી તે જેબક જિલ્લાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું.


પેસેન્જર નહીં પણ ચાર્ટર્ડ પ્લેન 


અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતના પોલીસ કમાન્ડે જણાવ્યું કે વિમાન ગઈકાલે રાત્રે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. આ પછી તે જેબક જિલ્લાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.દરમિયાન પાક અને અફઘાન મીડિયાએ આને શરૂઆતમાં ભારતીય પ્લેન ગણાવ્યું હતું પણ DGCAએ કન્ફર્મ કર્યું છે કે આ ભારતીય પ્લેન નથી. બપોરે 12.45 વાગ્યે અફઘાન મીડિયાના હવાલાથી કહેવામાં આવ્યું કે આ પ્લેન ભારતનું છે અને મોસ્કો જઈ રહ્યું હતું. જોકે, અડધા કલાકમાં ફરી માહિતી આવી કે તે પેસેન્જર પ્લેન નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચાર્ટર્ડ પ્લેન હોઈ શકે છે. બદખ્શાનના માહિતી વિભાગના પ્રવક્તા ઝબીહુલ્લાહ અમીરીએ ટોલો ન્યૂઝને જણાવ્યું કે ઘટનાની તપાસ માટે એક ટીમને વિસ્તારમાં મોકલવામાં આવી છે. 


રશિયાએ કહ્યું- વિમાનમાં છ લોકો સવાર હતા


આ દરમિયાન, રશિયન ઉડ્ડયન અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન શનિવારે મોડી સાંજે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. તેમાં છ લોકો હતા. આ એરક્રાફ્ટ ફ્રાન્સમાં બનેલું દસોલ્ટનું ફાલ્કન 10 જેટ હતું. આ ચાર્ટર પ્લેન ભારતથી ઉઝબેકિસ્તાન થઈને મોસ્કો આવી રહ્યું હતું.



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.