પાકિસ્તાનના કરાચીમાં અમદાવાદથી ઉપડેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદથી દુબઈ જવાની હતી ફ્લાઈટ પરંતુ એક મુસાફરની અચાનક તબિયત બગડી જેને કારણે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી અને કરાચીમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીને કારણે પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું. એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર પડી ગયો જેને કારણે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી.
(પ્રતિકાત્મક તસવીર)
27 વર્ષીય યુવાનને ફ્લાઈટમાં આવ્યો હાર્ટ એટેક!
અનેક વખત સમાચાર સામે આવ્યા છે જેમાં નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે. ત્યારે કરાચીમાં સ્પાઈસ જેટના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું કારણ કે ફ્લાઈટમાં મુસાફરી કરતા 27 વર્ષીય ધર્મેશ ધારવાલની અચાનક તબિયત બગડી. અમદાવાદથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ પાકિસ્તાનના કરાચીમાં કરાવામાં આવ્યું.આ અંગે સિવિલ એવિયેશન ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જે મુસાફરની તબિતયત બગડી તે 27 વર્ષનો હતો. ધારવાલ ધર્મેશને હાર્ટ એટેક આવ્યો હતો. ધર્મેશને સારવાર મળી રહે તે માટે કરાચીમાં ફ્લાઈટને ડાઈવર્ટ કરાયું. મળતી માહિતી અનુસાર સારવાર મળ્યા બાદ ધર્મેશની તબિયત સુધરી છે.
(પ્રતિકાત્મક તસવીર)
ગુજરાતમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સાઓ!
હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓને હાર્ટ એટેક ગમે ત્યારે આવી જાય છે. સાજો લાગતો માણસ ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટે છે કારણ કે તેને હાર્ટ એટેક આવ્યો હોય છે. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રતિદિન 8 જેટલા લોકોને હાર્ટ એટેક આવે છે. પહેલા કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.