પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફ જતા નવનિર્મિત બ્રિજના પિલ્લર નમીને આડા થઈ ગયા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-05 14:48:39

ગુજરાતમાં અનેક એવા બ્રિજો છે જ્યાં ખાડા પડી ગયા છે. અનેક રસ્તાઓ એવા છે જે બિસ્માર હાલતમાં છે. જ્યારે કોઈ બાંધકામ કરવામાં આવે છે ત્યારે તેમાં ભ્રષ્ટાચાર થાય છે તે કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. માત્ર થોડા સમયની અંદર બાંધકામ બિસ્માર થઈ જાય છે.. પરંતુ હવે જાણે નવો ટ્રેન્ડ નિકળ્યો હોય તેવું લાગે છે. પુલ બને એની પહેલા જ પિલ્લર તૂટી રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાનો આ બનાવ છે. પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફ જતા નવનિર્મિત બ્રિજના પિલ્લર નમીને આડા થઈ ગયા છે. હજુ તો બ્રિજ બની રહ્યો છે.. ત્યાંનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કામની ગુણવત્તાને લઈ ઉઠે ગંભીર સવાલ 

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નિર્મણાધીન કે નવનિર્મિત રસ્તાઓ અને બ્રિજમાં ગાબડા પડવાની અને ખાડા પડવાની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક બનાવ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડીમાં સાડા નવ કરોડના ખર્ચે બની રહેલા પેડેસ્ટલ બ્રિજનો પીલર ખાડીમાં આવેલા પાણીના કારણે ઉખડી જતા કામની ગુણવત્તાને લઈ ગંભીર સવાલ ઉઠ્યા છે. જો આ બ્રિજ બની ગયા બાદ આ પ્રકારની ઘટના બની હોતો તો? સ્વભાવિક છે કે, જે ખાડીમાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે ખાડીમાં પાણી આવવાનું જ છે. તેને ધ્યાનમાં રાખીને જ આ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 



પાણી આવતા જ બ્રિજનું ફાઉન્ડેશન...!

તેમ છતાં જે ખાડીમાં આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં પાણી આવતા બ્રિજ માટે જે ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું તે જ ધોવાઈ જતા બે પીલર ઉખડી ગયા હતા અને એપ્રોચ બાંધકામના ટેકે અટકી ગયા હતા. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે GEBના સબસ્ટેશન પાસે 126 મીટર લાંબો અને સાડા પાંચ મીટર પહોળો વલસાડ આર એન્ડ બીના નિરીક્ષણ હેઠળ સોના બિલ્ડર નામની એજન્સી આ પેડેસ્ટલ બ્રિજ 9.50 કરોડના ખર્ચે બનાવી રહી છે. 



ટુરિઝમ વિકસાવવા કરવામાં આવ્યું બ્રિજનું નિર્માણ

અમદાવાદના સાબરમતી નદી ઉપર નિર્માણ પામેલા અટલ બ્રિજની પેટર્ન ઉપર વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી દરિયા કિનારા ટુરિઝમ વિકસાવવા માટે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નદીનું વહેણ અટકાવી નદી ઉપર નિર્માણ પામી રહેલા પેડેસ્ટલ બ્રિજની કામગીરી ચાલી રહી છે. જે દરમિયાન નદીમાં કરેલા પુરાણમાં ધોવાણ થતા પેડેસ્ટલ બ્રિજનો એક પોલ જમીનમાં ઉખડી ગયો હતો. જેને લઈ સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?