ફોટોગ્રાફરે ક્લીક કરી અજાણ પિતા-દીકરીની એટલી પ્યારી તસવીર કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-10 10:12:50

આપણે દિવસમાં અનેક લોકોને મળતા હોઈએ છીએ જે જાણે-અજાણે આપણને ખુશ કરી દેતા હોય છે. વાત નાની ભલે લાગતી હોય તો પણ સામે વાળી વ્યક્તિ માટે એ વાત ઘણી વખત મોટી સાબિત થઈ શકતી હોય છે. ત્યારે એક ફોટોગ્રાફરે એક વ્યક્તિની તસવીર ક્લીક કરી હતી. પોતાની દીકરી સાથે મસ્તી કરતા પિતાની તસવીર એક ફોટોગ્રાફરે ક્લીક કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


પિતા અને નાનકડી દીકરીની તસવીર થઈ રહી છે વાયરલ 

સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો અને ફોટો વાયરલ થતા હોય છે જે આપણા દિલને ખુશ કરી દેતા હોય છે. આપણે અનેક અજાણ્યા વ્યક્તિઓના સંપર્કમાં આવતા હોઈએ છીએ. આપણે બઘા લોકોને યાદ નથી રાખતા પરંતુ થોડાક એવા લોકો પણ હોય છે જે આપણને થોડા જ સમયમાં અનેક ખુશીઓ આપી જતા હોય છે. તેવા વ્યક્તિઓને આપણે જીવનભર નથી ભૂલી શક્તા. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ફોટોગ્રાફર દ્વારા ક્લીક કરવામાં આવેલી તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં એક પિતા અને તેમની નાનકડી દીકરી સાથે મસ્તી કરતા દેખાય છે.  


કેમેરામાં કેદ થઈ પિતા-દીકરીની ક્યુટ મુમેન્ટ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પિતા અને દીકરીની રીલ વાયરલ થઈ રહી છે જેમાં દીકરી અને પિતા વચ્ચેનો પ્રેમ દેખાઈ આવે છે. રિલમાં એક પિતા પોતાની નાની દીકરી સાથે જૂહુ બીચ પર ગણપતિ વિસર્જન ઉત્સવમાં ભાગ લેતા દેખાઈ રહ્યા છે. આ બધા વચ્ચે એક ફોટોગ્રાફર તે બંનેની સુંદર તસવીર ક્લીક કરે છે. 


ફોટો જોઈ પિતાના ચહેરા પર જોવા મળી સ્માઈલ 

પિતાને ખબર ન હતી કે તેમનો ફોટો ક્લીક કરવામાં આવી રહ્યો છે. જે બાદ ફોટોગ્રાફરે તેમને તેમની તસવીર બતાવી. અને ફોટો જોઈને તે ખુબ ખુશ થઈ ગયા હતા. તેમની સ્માઈલે લોકોનું દિલ જીતી લીધું હતું. આ ફોટો સક્ષમ સોની નામના ફોટોગ્રાફર દ્વારા ક્લીક કરવામાં આવ્યો હતો. તે સિવાય પણ એક બીજો ફોટાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?