ઓટો ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી પહેલનો એ ફોટો જેણે જીત્યું લોકોનું દિલ, તમે જોયો વાયરલ થઈ રહેલો ફોટો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-05 10:45:14

સોશિયલ મીડિયામાં અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જે લોકોને ઘણા પ્રભાવિત કરતા હોય છે. સેવાકીય કાર્યોની પ્રશંસા લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ઓટો રિક્ષા ડ્રાઈવરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડ્રાઈવરે રિક્ષામાં ફર્સ્ટ એડ બોક્સથી લઈ પીવાનું પાણી ઉપરાંત પેપરો રાખ્યા છે. ઓટો રિક્ષા ડ્રાઈવરનો ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

छवि

પેસેન્જર માટે ઉભી કરાઈ વ્યવસ્થા!

અનેક દુકાનદારો ગ્રાહકના સંતોષને પોતાનો સંતોષ માનતા હોય છે. ગ્રાહકોને ખુશ રાખવા દુકાનદારો દ્વારા અનેક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. રિક્ષા વાળાઓની અલગ દુનિયા હોય છે. જેમ દુકાનદારો પોતાના ગ્રાહકોને સારી સુવિધા આપવા તત્પર રહેતા હોય છે તેવી જ રીતે રિક્ષા વાળાઓ પણ પેસેન્જરને સારી સગવડ આપવા પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક રિક્ષા ડ્રાઈવરનો વીડિયો તેમજ ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં પેસેન્જર માટે પાણીની બોટલ, વાંચવા માટે પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત નાસ્તા માટે બિસ્કીટ પણ રાખવામાં આવ્યું છે. 

छवि

આ પહેલા પણ આવા ડ્રાઈવરનો ફોટો થયો હતો વાયરલ 

આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ માનવતા વાળા સેવા ભાવને બિરદાવી રહ્યા છે. ઓટો ડ્રાઈવરને સન્માનિત કરવામાં આવે તેવી વાતો લોકો કરી રહ્યા છે. કોઈ લખી રહ્યું છે કે ઘણું સારુ કામ કરી રહ્યા છે. મહત્વનું છે આ ફોટો વાયરલ થયો તે પહેલા બેંગ્લુંરૂથી એક ઓટો વાળાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં બુક શેલ્ફ રાખી હતી. મુસાફરી દરમિયાન લોકો પુસ્તકો વાંચી સફરને એન્જોય કરી શકે.     




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..