ક્રિકેટર Ravindra Jadeja અને તેમના પત્ની Rivaba Jadejaનો આશાપુરા મંદિરમાં દર્શન કરવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-15 13:30:40

આપણા દેશમાં બધા માણસો માટે કાયદો એક સમાન છે. ઘણી જગ્યાએ નિયમો પણ બધા માટે એક સરખા જ છે. પણ આ નિયમોનું પાલન vip લોકો નથી કરતા તેને જોઈને તમારા કે મારા જેવા સામાન્ય માણસ તો એવું જ વિચારી લે છે કે આ નિયમો માત્ર આપણા માટે જ છે. 

રિવાબા અને રવિન્દ્રસિંહ પહોંચ્યા હતા આશાપુરા મઢ દર્શન કરવા 

ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની ધારાસભ્ય રીવાબા જાડેજા કચ્છના માતાના મઢ સ્થિત મા આશાપુરા મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જેનો ફોટો અત્યારે સોશિયલ મીડિમાં વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટરમાં પણ ફોટા સાથે આ ટ્વિટ વાયરલ થઇ રહી છે જેમાં લખવામાં આવ્યું છે કે :  


સામાન્ય માણસને માં આશાપુરાનો ફોટો પાડવાની પણ મનાઈ કરનારના ડબલ ધારા ધોરણ..

ભારતીય ક્રિકેટરને મંદિરમાં ફોટો સેલિબ્રેશન કરવાની છૂટ..

થોડા દિવસ પણ સરકારના એક મંત્રીને પણ ફોટો સેલિબ્રેશન કરવાની છૂટ આપવામાં આવી હતી. 

શું મંદિર માં સામાન્ય ભકતો અને વી.આઇ.પી. માટે અલગ અલગ નિયમો છે ? 



મા આશાપુરાના મંદિરમાં ફોટો પાડવાની છે મનાઈ 

તમને જણાવી દઈએ કે કચ્છમાં માતા મઢ સ્થિત માં આશાપુરાનું મંદિર કે જ્યાં ફોટોગ્રાફીની સખ્ત મનાઈ છે પછી એ પત્રકાર હોય કે પછી કોઈ પણ વ્યક્તિ જયારે માં આશાપુરાના મંદિરમાં કોઈ સામાન્ય માણસ જાય તો તેને પણ દર્શન માટે લાઈનમાં લાગવું પડે છે. ફોટોઝ પાડવા દેવામાં આવતા નથી પણ જયારે કોઈ vip જાય તો તેના માટે કેમ અલગ વ્યવસ્થા હોય છે તે સવાલ સૌ કોઈને થાય છે. 


સામાન્ય માણસ સાથે ભેદભાવ કેમ? 

vip કલ્ચરને બંધ કરવા નિયમો તો બનાવવામાં આવે છે પણ એ નિયમોનું પાલન નથી થતું. સામાન્ય માણસો માત્ર લાઈનમાં જ રહે અને ધક્કા ખાય એ કેવી રીતે ચાલે? કેમ સામાન્ય લોકો પણ માણસની જ શ્રેણીમાં આવે છે તો પછી આ ભેદભાવ કેમ?


થોડા સમય પહેલા પણ એક વીડિયો થયો હતો વાયરલ!  

રિવાબા જાડેજાએ અને રવિન્દ્ર જાડેજાએ મંદિરમાં કપલ ફોટો શૂટ કરાવ્યું એ પહેલા પણ તેમનો સિંહ વાળો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો. અત્યારે આ ટ્વિટ વાયરલ થઇ રહી છે જેને લઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. 


પીએમ મોદી પહોંચ્યા હતા ફ્લાવર શો જોવા અને પછી...  

આ પહેલા અમદાવાદમાં પણ એવું થયું હતું કે જ્યાં અચાનક નરેન્દ્ર મોદીનો ફ્લાવર શો જવાનો કાર્યક્રમ થયો અને ત્યાં હાજર લોકોને બહાર કાઢવામાં આવી હતી. પોલીસને ખબર પડી કે પીએમ અહીં આવવાના છે જેને લઈને પોલીસ પણ દોડતી થઇ હતી. લોકોએ લાઈનમાં ઉભા રહીને ટિકિટ લીધી હતી અને ફ્લાવર શોમાં ગયા હતા પણ પછી બહાર આવવું પડ્યું હતું. 


સામાન્ય માણસ માત્ર સામાન્ય બનીને રહી જાય છે. 

એટલે દર વખતે સામાન્ય લોકોને લાઈનમાં ઊભા રહેવાનું..સામાન્ય લોકોને ધક્કા ખાવાના. સામાન્ય લોકોને અફસોસ કરવાનો અને અફસોસ એ વાતનો કરવાનો કે અમે સામાન્ય માત્ર સામાન્ય બનીને રહી જતા હોઈએ છીએ અને અમારે ફક્ત vip અને vvip લોકોના તમાશા જ જોવાના?  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...