વાવાઝોડાથી રક્ષણ મેળવવા જામનગરના આ ગામના લોકોએ શોધ્યો આ રસ્તો! જાણો કેવી રીતે ગામજનો કરશે પોતાનું રક્ષણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-14 17:12:21

પાણી પહેલા પાળ બાંધવાની કહેવત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે જામનગર પાસે આવેલા એક ગામે આ વાતને સાર્થક કરી બતાવી છે. ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ વિકટ બની રહ્યું છે ત્યારે રસુલનગર ગામના લોકોએ વાવાઝોડાથી બચવા દોરડાનો ઉપયોગ કર્યો છે. આ ગામમાં આશરે 1500થી 1700 લોકો વસે છે. ત્યારે આ ગામ આફતને પહોંચી વળવા સજ્જ હોય તેવું લાગી રહ્યું છે.  

 Cyclone Biporjoy: જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામજનો ચોકમાં બાંધે છે દોરડા

વાવાઝોડાથી આ રીતે મેળવે છે રક્ષણ!

જેમ જેમ કલાકો વિતી રહ્યા છે તેમ તેમ બિપોરજોય નામનું સંકટ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે ગુજરાતમાં વાવાઝોડું ટકરાશે તેવું અનુમાન છે. વાવાઝોડાને લઈ તંત્ર પણ સજ્જ છે. તંત્રે પણ વાવાઝોડાથી નિપટવા માટે તૈયારીઓ કરી લીધી છે. ત્યારે જામનગરનું રસુલનગર ગામના લોકોએ વાવાઝોડાથી બચવા આ ઉપાય શોધી કાઠ્યો છે. બિપોરજોય વાવાઝોડાને લઇને સરકાર અને સ્થાનિક તંત્ર જે રીતે સજ્જ છે તે જ પ્રકારે ગુજરાતની ખમીરવંતી પ્રજા પણ આ કુદરતી આપત્તિનો સામનો કરવા અવનવા આયોજનો કરી રહી છે.. 


નીચાણવાળો વિસ્તાર હોવાથી રહેતું હોય છે સંકટ!  

જામનગરમાં એક એવું ગામ છે જ્યાં વાવાઝોડાંને પહોંચી વળવા લોકો દોરડા બાંધી રહ્યા છે.. પાણી પહેલા પાળ બાંધવી તે ઉક્તિને આ રસુલનગર ગામના લોકો સાર્થક કરી રહ્યા છે.. આ ગામ આશરે 1500 થી 1700 લોકોની વસતી ધરાવે છે. મોટેભાગે આ ગામડામાં માછીમારો રહે છે.. અને ખૂબ જ નીચાણવાળા વિસ્તારોમાં આ ગામ આવેલું છે..આથી જ્યારે જ્યારે વાવાઝોડાની દહેશત ઉભી થાય  છે ત્યારે આ લોકો ગામડાની મધ્યમાં ચારેબાજુ દોરડા બાંધી દે છે. જેથી વાવાઝોડાના સમયમાં આ દોરડાને પકડીને લોકો સલામત સ્થળે પહોંચી શકે. 


1998માં પણ આ ગામને સહન કરવો પડ્યો હતો કુદરતનો માર!

આ ગામ વર્ષ 1998માં આવેલા વિનાશક વાવાઝોડાનું પણ સાક્ષી રહ્યું છે. અને તે સમયે પણ ગામલોકોએ બિલકુલ આ જ રીતે દોરડા બાંધ્યા હતા. અને લોકોને સુરક્ષિત રહેવામાં આ તરકીબ મદદરૂપ સાબિત થઇ હતી. રસુલનગર ગામના આ લોકોની આ પ્રવૃત્તિ આપણને એવો સંદેશો આપી રહી છે કે આ કુદરતી આપદા સામે આપણે સૌએ સાથે મળીને લડવાનું છે. સરકાર, સેના અને સ્થાનિક અધિકારીઓ તો પોતાની જવાબદારી નિભાવશે જ પણ એક પ્રજા તરીકે આપણે પણ તેમને સહકાર આપવાનો છે.. અને મુસીબત સામે લડીને દુનિયા સામે એક સાહસિક પ્રજા તરીકેનું ઉદાહરણ પ્રસ્થાપિત કરવાનું છે..



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...