ગુજરાતમાંથી વરસાદે વિરામ લઈ લીધો છે. વરસાદે ભલે વિદાય લીધી હતી પરંતુ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અનેક શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો પરંતુ હવે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે તાપમાનનો પારો ગગડે છે પરંતુ દિવસ દરમિયાન ગરમીનો પારો સતત વધતો જાય છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં રાજ્યના વિવિધ શહેરો તેમજ જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે સવારે અને રાત્રે ઠંડીના ચમકારોના અહેસાસ થાય છે. હવામાન વિભાગે 30 સપ્ટેમ્બરના આંકડા જાહેર કર્યા છે જે નીચે મુજબ છે.
સવારે ઠંડી અને બપોરે ગરમી!
છેલ્લા ઘણા સમયથી બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થતા લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે સિઝન કઈ ચાલે? ગુલાબી ઠંડીનો અહેસાસ થતા લોકો ખુશ થાય છે પરંતુ બપોરે સૂર્યમાંથી નીકળતા અગ્નિજ્વાળાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અમુક કલાકોમાં જ વરસાદ ગુજરાતમાંથી વિદાય લઈ લેશે. પરંતુ નવરાત્રી તેમજ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ આવી શકે છે.
બેવડી ઋતુને કારણે વધ્યો રોગચાળો
આગામી સપ્તાહમાં હવામાન હમણાં જેવું છે તેવું જ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની શક્યતા નહીંવત છે તેવી વાત પણ કરવામાં આવી છે. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર પાંચ-સાત દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર કોઈ નહીં જોવા મળે. હવામાન યથાવત રહેશે. મહત્વનું છે કે બેવડી ઋતુથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. રોગચાળો પણ સતત વધતો જઈ રહ્યો છે. ચોમાસાની વિદાયની સાથે લોકો મચ્છરજન્ય રોગના શિકાર બની રહ્યા છે.