ગુજરાતની જનતા મોટા બદલાવ માટે તૈયાર રહે,કેજરીવાલનું ટ્વીટ


  • Published By :
  • Published Date : 2022-11-03 14:17:25

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતુ. કેજરીવાલે કહ્યુ કે ગુજરાતની જનતા મોટા બદલાવ માટે તૈયાર રહે.


કેજરીવાલનું ટ્વીટ

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ગુજરાતની જનતા આ વખતે મોટા બદલાવ માટે તૈયાર છે. અમે જરૂર જીતીશુ. મહત્વપૂર્ણ છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી નજીક આવતા ઘણીં વાર આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને આ વાત કેજરીવાલે ઘણી સભાઓમાં કરી છે કે ગુજરાતની જનતા મોટા બદલાવ માટે તૈયાર રહે.

  

ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી

ગુજરાતમાં વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાશે જ્યારે તેનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીની સાથે જ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...