ગુજરાતમાં ચૂંટણીને લઈ તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. કોંગ્રેસ પણ ગુજરાતમાં જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે ટ્વિટમાં લખ્યું છે કે ગુજરાતની જનતા પરિવર્તન માટે તૈયાર છે. કોંગ્રેસની સરકાર બનશે.
કોંગ્રેસે પણ જીતવાનો દાવો વ્યક્ત કર્યો
ગુજરાતમાં યોજાનારી ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થવાની છે. ગુજરાતમાં પરિવર્તન યાત્રા કરી કોંગ્રેસે પોતાનો પ્રચાર કરી રહી છે. પોતાના પ્રચારમાં કોંગ્રેસે અનેક વખત ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે બનશે જનતાની સરકાર, બનશે કોંગ્રેસની સરકાર. કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને ભાજપે 8 ડિસેમ્બરે જીતનો દાવો વ્યક્ત કર્યો છે. ત્યારે હવે 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કોની સરકાર બનશે તે તો મતદાર જ નક્કી કરશે.