12 લાખની ગાડી માટે મનપસંદ નંબર લેવા માટે માલિકે લગાવી 18 લાખની બોલી! પરંતુ તે બાદ થયું એવું કે... જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-05 17:12:25

મનપસંદ નંબર લેવા આરટીઓમાં હરાજી બોલાતી હોય છે. ત્યારે કચ્છ આરટીઓમાં મનપસંદ નંબર માટેની હરાજી બોલાઈ હતી. પ્રિમિયમ નંબર 9 લેવા માટે બાર લાખની કારના માલિકે 18 લાખની બોલી બોલાવી હતી. જેને લઈ સૌ કોઈ વિચારમાં પડ્યા હતા. આ વાતની ચર્ચા સમગ્ર કચ્છમાં થઈ હતી. પરંતુ આ વાતને હજી થોડો સમય પણ નથી વિત્યો ન હતો ને કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. 18 લાખની બોલી બોલનારે કહ્યું કે તેણે 18 લાખ માટેની બોલી લગાવી જ નથી. 


9 નંબર માટે જોવા મળ્યો હતો ક્રેઝ 

નવી ગાડીમાં લકી નંબર વાળી નંબર પ્લેટ લગાવવાનો કેઝ વધી રહ્યો છે. નંબર પ્લેટ માટે આરટીઓમાં હરાજી બોલવામાં આવતી હોય છે. ત્યારે કચ્છમાં પોતાની પસંદગીનો નંબર લેવા કાર માલિકે 18 લાખની બોલી લગાવી હતી. ભૂજ આરટીઓ કચેરીમાં વેહિકલ રજીસ્ટ્રેશન માટે ખુલેલી નવી સિરિઝમાં એક વ્યક્તિએ 9 નંબર માટે 18.45 લાખની બોલી લગાવી હતી. પરંતુ મહત્વની વાત છે કે જે ગાડી માટે 18 લાખ ખર્ચવામાં આવ્યા છે તે ગાડીની કિંમત 12 લાખની છે. નવી સિરિઝ GJ12 FD ખુલતા લોકોએ ફેન્સી નંબર માટે પડાપડી કરી હતી. આ સિરિઝમાં નવડો હોટ ફેવરીટ રહ્યો હતો.


પ્રતિષ્ઠિત વ્યક્તિને નંબર ન મળે તે માટે રમત રમાઈ!                

પરંતુ ટ્વિસ્ટ તો કહાનીમાં હવે આવે છે. મળતી માહિતી અનુસાર કચ્છના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને નવડો ન મળે તે માટે આ રમત રમાઈ છે. સૂત્રોનું માનીએ તો કચ્છમાં રાપર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરા જયદીપસિંહ જાડેજાને નવ નંબર લેવો હતો. જયદીપસિંહ જાડેજાએ નવી ગાડી લીધી હતી. પોતાનો મનગમતો નંબર લેવા તેમણે પણ હરાજીમાં ભાગ લીધો હતો.જયદિપસિંહને નંબર ન મળે તે માટે આ રમત રમાઈ છે તેવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી રહી છે. હરાજીમાં તેમનો બીજો નંબર હતો. પરંતુ આ મામલાને 24 કલાક પૂર્ણ થાય તે પહેલા જ કારના માલિકે કહ્યું કે તેમણે 18 લાખની બોલી લગાવી જ નથી.  


બેઝ રકમ જપ્ત કરાશે!

આ અંગે ઈન્ચાર્જ આરટીઓએ જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ તેમના લોગીન આઈડીમાંથી જ નંબર ઓક્શનમાં ભાગ લઈ શકે છે. એટલે બોલી લગાવનાર એમ છટકી શકે નહી. આ પ્રકારના કેસમાં જો બોલી કરનાર વ્યક્તિ હરાજીની રકમ ન ભારે તો તેની બેઝ રકમ જપ્ત કરી લેવામાં આવે છે.           


               



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?