24 ફેબ્રુઆરીના રોજ રૂસ અને યુક્રેન જંગને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે વર્ષ પૂર્ણ થાય તે પહેલા રૂસના રાષ્ટ્રપતિ પુતિને રૂસના સંસદમાં સંબોધન કર્યું છે. સભાને સંબોધતા પુતિને કહ્યું કે તે સંબોધન એવા સમયે કરી રહ્યા છે જ્યારે સમય દેશ માટે મુશ્કેલી ભરેલો છે. સમગ્ર વિશ્વમાં મોટા મોટા ફેરફાર થઈ રહ્યા છે. રશિયાએ જંગને ટાળવા તમામ પ્રયાસો કર્યા પરંતુ નાટો અને અમેરિકાએ પ્રયાસોને સફળ ન થવા દીધા હતા. પુતિને આ ભાષણ એવા સમયે આપ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન યુક્રેનની મુલાકાતે છે.
દેશોને મોહરા બનાવાઈ રહ્યા છે
સંસદમાં સંબોધતા પુતિને કહ્યું કે આ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે સોલ્વ કરવા પ્રયત્ન કર્યા હતા, તે માટે વાતચીત પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ જંગની શરૂઆત વેસ્ટર્ન પાવર્સને કારણે થઈ છે. એ વખતે પણ યુદ્ધ રોકવા તમામ પ્રકારની કોશિશ કરવામાં આવી હતી. એ લોકો કીવ અને યુક્રેનના ખભે બંદૂક ફોડી રહ્યા છે. અમે વતનની સુરક્ષા કેવી રીતે કરવી તે સારી રીતે જાણીએ છીએ. પોતાનો દબદબો રાખવા અમેરિકા અને તેના સાથી દેશો બીજા દેશોને મોહરા બનાવી રહ્યા છે. અમે તો દેશ અને નાગરિકોની સુરક્ષા કરવા માગીએ છીએ અને અમે આ જ કરી રહ્યા છે.
રશિયા ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકવાનું નથી - પુતિન
તેમણે કહ્યું કે રશિયા પોતાના સ્વાભિમાન સાથે કોઈ સમજોતો નહીં કરે. કીવની એટલી તાકાત નથી કે તે ડોનબાસના મામલાને સુલઝાવી લે. તે લોકો માને છે કે રુસ તેમની મુશ્કેલીનું સમાધાન કરે. મેં ક્યારેય પણ નથી કહ્યું કે યુદ્ધથી જ તમામ સમસ્યાનું નિરાકરણ આવશે. વાતચીતતો થવી જ જોઈએ, પરંતુ તે માટે ઉચિત માર્ગ અપનાવો જોઈએ. પ્રેશર ટેક્ટિક્સની સામે રશિયા ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકવાનું પણ નથી. દુનિયા કાન ખોલીને સાંભળી લે કે જંગમાં રશિયાને હરાવવું નામુમકિન છે.