દેશમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા 6 મહિનામાં પ્રથમ વખત કોરોના કેસ 3 હજારને પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3016 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણને કારણે 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કેરળથી સૌથી વધુ મૃત્યુઆંક નોધાયો છે.
કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધતો
થોડા વર્ષો પહેલા કોરોના સંક્રમણએ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. કોરોનાને કારણે અનેક લોકો સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે દેશમાં ફરી એક વખત કોરોના માથું ઉંચકી રહ્યું છે. કોરોના સંક્રમિતોના આંકડા સતત વધી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
છેલ્લા 24 કલાકમાં આવેલા કોરોના સંક્રમણની વાત કરીએ તો 3 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના નવા 3016 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. કેરળમાં કોરોનાને કારણે 8 જેટલા લોકોના મોત થયા છે, મહારાષ્ટ્રમાંથી ત્રણ મોતના કેસ નોંધાયા છે. દિલ્હીમાં રહેતા 2 લોકોના મોત થયા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ કોરોનાને કારણે મોત થયા છે.