રાજ્યમાં અકસ્માતોની વણઝાર! અલગ અલગ જગ્યાઓ પર સર્જાઈ અકસ્માતની ઘટના, ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-20 11:49:24

અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, કોઈ મોતને ભેટે છે પરંતુ આવી વાતો જાણે આપણા માટે સામાન્ય બની ગઈ છે! કોઈ મરે છે તો આપણી કરૂણા મરી પરવારી હોય તેવું લાગે છે. આપણે ત્યારે દુખી થઈએ છીએ જ્યારે મોતનો આંકડો મોટો ત્યારે. એક બે વ્યક્તિના મોત થવા જાણે સામાન્ય બાબત બની ગઈ છે આપણા માટે એવી પરિસ્થિતિ સર્જાઈ છે! આપણા માટે ભલે મરનાર એક વ્યક્તિ જ હોય પરંતુ જે પરિવારે પોતાના સભ્યને ગુમાવ્યો હોય છે તેના માટે તે સર્વસ્વ હોય છે.


રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું બાઈકની ટક્કરથી નિપજ્યું મોત!

અકસ્માતની વાત એટલા માટે કરવી છે કારણ કે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માત સર્જાયા છે જેમાં વ્યક્તિના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. એક અકસ્માત જેતપુરમાં સર્જાયો છે તો બીજો અકસ્માત અમદાવાદમાં સર્જાયો છે. બંને અકસ્માતમાં મોત થયા હોવાના સમાચાર સામે આવ્ચા છે. મળતી માહિતી અનુસાર જેતપુરમાં રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું મોત બાઈકની ટક્કર થતાં થયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ જેતપુરના જૂનાગઢ રોડ પર જેતલસર ચોકડી પાસે બનાવ બન્યો છે.


કાલુપુર બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હોવાની વાત આવી સામે 

બીજો અકસ્માત અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે બન્યો છે તેવી માહિતી સામે આવી છે. બે બાઈક વચ્ચે ટક્કર થઈ અને એક બાઈક સવારનું મોત થઈ ગયું છે તેવી વાત સામે આવી છે. બાઈક ચાલકનું મોત ઘટનાસ્થળ પર જ નિપજ્યું છે તેવી માહિતી સામે આવી છે, જ્યારે બીજો બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


આપણે જ આપણી સુરક્ષાની જવાબદારી લેવી પડશે! 

મહત્વનું છે કે અનેક વખત કહેવામાં આવે છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું જોઈએ તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે, તેનું પાલન કરવું જોઈએ તેવી વાતો પણ કરવામાં આવે છે પરંતુ તે વાતોનું પાલન કેટલું થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક લોકો એવા રસ્તાઓ પર જોવા મળતા હોય છે જે હેલ્મેટ વગર વાહન ચલાવતા જોવા મળે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.