દુનિયાભરમાં કોરોનાનો કહેર પાછો જોવા મળી રહ્યો છે. અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ચીન સહિત અનેક દેશોમાં હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના કેસ ન વધે તે પહેલા સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ગણતંત્ર દિવસના અવસર પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નાકથી આપવામાં આવતી દેશની પ્રથમ કોરોના વેક્સિનને લોન્ચ કરવામાં આવી છે. આ વેક્સિનને INCOVACC નામ આપવામાં આવ્યું છે.
Proud to launch iNCOVACC®️, the world's 1st intranasal vaccine for COVID, along with Minister @DrJitendraSingh Ji, on #RepublicDay.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 26, 2023
A mighty display of India's research & innovation prowess under PM @NarendraModi Ji's leadership.
Congratulations to @BharatBiotech for this feat! pic.twitter.com/DS9rm8wN9T
કોરોના કેસ વધતા વેક્સિન લેવા પહોંચ્યા લોકો
કોરોના સંક્રમણને કારણે અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકોના મોત પણ થયા છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાનો કહેર પાછો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના કેસમાં ઉછાળો નથી નોંધાયો. કોરોના સંક્રમણ કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોરોના કેસ ન વધે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના કેસ વધતા લોકો કોરોના વેક્સિન લેવા પહોંચી રહ્યા છે.
નાકથી લેવાતી વેક્સિન કરાઈ લોન્ચ
હજી સુધી વેક્સિન ઈંજેક્શનના માધ્યમથી આપવામાં આવતી હતી. કોરોના વેક્સિનના બે દોઝ તો આપવામાં આવતા પરંતુ બુસ્ટર ડોઝ પણ આપવામાં આવે છે. કોરોના સંક્રમણ વધતા લોકો કોરોના વેક્સિન લેવા પહોંચી ગયા છે. ત્યારે ભારત સરકારે નાકથી લેવામાં આવતી વેક્સિનને લોન્ચ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વેક્સિનને લોન્ચ કરી છે. આ વેક્સિન ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવી છે.