રાજ્યમાં ઉનાળાના સમયમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ફરી એક વખત આવનાર 48 કલાક ખેડૂતો માટે ભારે સાબિત થઈ શકે છે કારણ કે કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે. જે મુજબ બુધવારના રોજ બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે જ્યારે ગુરૂવારે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
આ જગ્યાએ વરસી શકે છે વરસાદ
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે. જો વરસાદની આગાહીની વાત કરીએ તો રાજ્યના ઉત્તર અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે.
માવઠાએ ખેડૂતોને રડાવ્યા!
કમોસમી વરસાદ થવાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. એમ પણ ખેડૂતોને પોષણસમા ભાવ તો મળતા નથી એમાં પણ માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. માર્કેટિંગ યાર્ડથી એવા અનેક દ્રશ્યો સામે આવ્યા જે જોઈને આપણે દુખી થઈ જઈએ. મહામહેનતે ઉભો કરેલો પાક પાણીમાં પલળી જાય. કોઈ વખત ખેતરમાં પાણી ભરાવવાને નુકસાન વેઠવાનો વારો આવે છે તો કોઈ વખત માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા મૂકાયેલા પાક પલળતા જોઈ ખેડૂતોને રડવાનો વારો આવે છે.